નેશનલ

જમ્મુ-કાશ્મીરના સોપોરમાંથી હથિયાર અને દારૂગોળા સાથે બે આતંકવાદી ઝડપાયા, પૂછપરછ શરૂ…

દિલ્હી કાર બ્લાસ્ટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સઘન તપાસ કરી રહી છે. તેમાં જમ્મુ અને કાશ્મીરમાં પોલીસે મોટ કાર્યવાહી કરી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે 22 RR અને 179 બટાલિયન CRPF સાથે મળીને સોપોરના મોમિનાબાદ સ્થિત સાદિક કોલોનીમાંથી બે હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ વસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બે વ્યક્તિએ પોલીસને જોઈને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, આ લોકો ભાગે તે પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

સોપોર વિસ્તારમાંથી બે હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલની માહિતીને પગલે આ નાકા ગોઠવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ફ્રૂટ મંડી સોપોરથી આહત બાબા ક્રોસિંગ તરફ આવી રહેલા બે વ્યક્તિઓએ પોલીસ અને સુરક્ષા દળોને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સંયુક્ત ટીમે કાર્યવાહી કરી અને બંને વ્યક્તિઓને ત્યાંજ દબોચી લીધા હતાં.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં 1500થી વધુ સ્થળે સુરક્ષા એજન્સીના મેગા દરોડા: કટ્ટરપંથીઓના ક્લિનિક-મદરેસા સપાટામાં…

આતંકીઓ પાસેથી ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો

ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ મોહલ્લા તૌહીદ કોલોની મઝબુગના રહેવાસી મોહમ્મદ અકબર નઝરના પુત્ર શબ્બીર અહમદ નઝર અને બ્રથ સોપોરના રહેવાસી મોહમ્મદ સુલતાન મીરના પુત્ર શબ્બીર અહમદ મીર તરીકે થઈ છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ વિસ્તારમાં મોટા ભાગે આતંકવાદી ગતિવિધિઓ હોવાની આશંકા છે. કારણે કે, સુરક્ષા એજન્સીઓએ આ લોકો પાસેથી 1 પિસ્તોલ, 1 મેગેઝિન, 20 જીવતા કારતૂસ અને 2 હેન્ડ ગ્રેનેડ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.

મળતા અહેવાલો પ્રમાણે સોપોર પોલીસ સ્ટેશનમાં આ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ ખીણમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પ્રયત્ન કરી છે. આ સાથે સાથે દેશની સુરક્ષા એજન્સીઓ પણ સઘન તપાસ કરી રહી છે. દિલ્હી કાર બ્લાસ્ટ બાદ અનેક વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યાં હતાં.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button