દશેરાના દિવસે JNUમાં ધમાલ: રાવણ દહનના કાર્યક્રમમાં બૂટ-ચપ્પલ ફેંકાયા, વિદ્યાર્થી સંગઠનો આમને-સામને

નવી દિલ્હી: વિજયા દશમીના દિવસે દેશમાં ઠેરઠેર રાવણ દહન કરવામાં આવે છે. યુનિવર્સિટીઓમાં પણ વિદ્યાર્થી સંગઠનો દ્વારા રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે. દિલ્હીની જાણીતી જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(JNU)માં પણ આજે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાવણના પૂતળાને લઈને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે વિવાદ થયો હતો.
રાવણના પૂતળામાં ઉમર ખાલિદનો ચહેરો
વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા JNUમાં રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાવણના ચહેરા પર JNUના પૂર્વ વિદ્યાર્થીઓ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામના ફોટો લગાવવામાં આવ્યા હતા. જેથી રાવણ દહન દરમિયાન કેટલાક લોકોએ રાવણ દહન દરમિયાન બુટ-ચંપલ ફેકીને કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ કૃત્ય ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હોય એવા આરોપો લાગ્યા હતા. જ્યારે JNU છાત્ર સંઘ(JNUSU) દ્વારા ABVP પર ધર્મનો સહારો લઈને રાજનીતિક લાભ લેવાનો આરોપ લગાવ્યો હતો.
નાથુરામ ગોડસેનો ચહેરો કેમ ન લગાવ્યો
JNUSUએ સવાલ ઉઠાવતા જણાવ્યું કે, જ્યારે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે ABVP કેવી રીતે સાર્વજનિક રીતે ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને કેવી રીતે ગુનેગાર ગણાવી શકો છો. જો ABVPને સાચા અર્થમાં રાષ્ટ્રને લઈને ચિંતિત છે. તો તેણે રાવણના રૂપમાં નાથુરામ ગોડસેનો ચહેરો કેમ ન લગાવ્યો. શું તેઓ તેને આતંકવાદી નથી માનતા? રામ રહિમ પણ રેપ અને હત્યાનો ગુનેગાર છે. તો તેને કેમ ન દેખાડવામાં આવ્યો?
વિદ્યાર્થીઓની આસ્થા પર સીધો પ્રહાર
JNUSUના આરોપોને લઈને ABVPના નેતા મયંક પંચાલે મીડિયાને જણાવ્યું કે, “JNUનું વાતાવરણ હંમેશા વિવિધતા અને ઉત્સવ ધર્મિતાથી સમૃદ્ધ રહ્યું છે. 10 દિવસ સુધી વિદ્યાર્થીઓએ મા દુર્ગાની ભક્તિ કરી છે. જેનાથી યુનિવર્સિટીમાં સાંસ્કૃતિક સૌંદર્ય વધારે નિખર્યું છે. પરંતુ ડાબેરી વિદ્યાર્થીઓ સંગઠનો આ પવિત્ર આયોજનોએ આ પવિત્ર આયોજનને હિંસા અને ઘૃણાથી કલંકિત કર્યું છે. આ એક ધાર્મિક આયોજન પર હુમલો નથી, પરંતુ યુનિવર્સિટીની ઉત્સવધર્મી પરંપરા અને વિદ્યાર્થીઓની આસ્થા પર સીધો પ્રહાર છે.
JNUSU દ્વારા રાવણ દહનની શોભાયાત્રામાં થયેલી હિંસા અને પથ્થરમારાને યુનિવર્સિટીના સાંસ્કૃતિક સૌહાર્દ અને ભાઈચારા પર સીધો પ્રહાર ગણાવ્યો હતો. JNUSUએ આ ઘટનાની નિંદા કરતા તેને લઈને જવાબદાર લોકો સામે કઠોર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.