Top Newsનેશનલ

ટેરર એટેક?: ફરિદાબાદમાં બે અલગ અલગ જગ્યાથી 2,900 કિલો વિસ્ફોટકો પકડાયા, બે ડોક્ટર સહિત સાત પકડાયાં…

જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, JeM અને AGuH સંબંધિત આંતરરાજ્ય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ

શ્રીનગર/ફરિદાબાદઃ જમ્મુ કાશ્મીરની પોલીસે આતંકવાદ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી કરી છે. જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અંસર ગજવાત-ઉલ હિંદ (AGuH) સંબંધિત એક ઈન્ટરસ્ટેટ અને ઈન્ટરનેશનલ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ફરિદાબાદમાં બે અલગ અલગ જગ્યાથી કુલ મળીને 2,900 કિલોથી વધુ માત્રાના વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે પોલીસની કાર્યવાહીમાં સાત લોકોની ધરપકડ કરી છે, જેમાં બે ડોક્ટરનો સમાવેશ થાય છે.

વિદેશી હેન્ડલરના સંપર્કમાં હતા
અગાઉ 360 કિલો વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે હવે બીજા ઘરેથી 2,563 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યાનુસાર ધરપકડ કરવામાં આવેલા આરોપીમાં ફરિદાબાદના ડોક્ટર મુઅઝમિલ અહમદ ગનઈ અને કુલગામના ડોક્ટર આદિલનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો વિદેશી હેન્ડલરના સંપર્કમાં હતા અને સોશિયલ અને એજ્યુકેશન નેટવર્ક્સ મારફત ફંડ્સ એકત્ર કરતા હતા.

‘વ્હાઈટ કોલર ટેરર’ નેટવર્કનો પર્દાફાશ
પોલીસના જણાવ્યા મુજબ ‘વ્હાઈટ કોલર ટેરર નેટવર્ક’ છે, જેમાં અમુક પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થી આતંકવાદીઓ સાથે જોડાયેલા છે. તેઓ એન્ક્રિપ્ટેડ ચેનલના માધ્યમથી લોકોને ભડકાવનારી વિચારધારા ફેલાવવા, ફંડ મૂવમેન્ટ અને હથિયારોનો સપ્લાય કરવાનું સંકલન કરતા હતા. 19મી ઓક્ટોબરના શ્રીગનરના બુનપોરા નૌગામ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના પોસ્ટર મળ્યા પછી કેસ નોંધ્યો હતો અને તપાસમાં જાણવા મળ્યું હતું કે આ નેટવર્ક ફ્કત ઘાટીમાં જ નહીં, પરંતુ હરિયાણા અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું છે.

સાતેય આતંકવાદી કોણ છે?
ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીની ઓળખ કરવામાં આવી છે, જેમાં સાતેયમાં આરિફ નિસાર ડાર ઉર્ફે સાહિલ, યાસિર-ઉલ-અશરફ, મકસૂલ અહમદ ડાર ઉર્ફે શાહિદ (તમામ શ્રીનગરના રહેવાસી છે), જ્યારે મૌલવી ઈરફાન અહમદ (શોપિયા), જમીર અહમદ અહાંગર (ગંદરબલ), ડોક્ટર મુઅઝમિલ અહમદ ગનઈ (પુલવામા) અને ડોક્ટર આદિલ (કુલગામ) તરીકે ઓળખ કરી છે.

ફરિદાબાદમાંથી ડોક્ટર મુઅજમિલ તેના ભાડાંના ઘરમાંથી ધરપકડ કરી હતી, જ્યાંથી પોલીસને 360 કિલો એમોનિયમ નાઈટ્રેટ, એક-56 રાયફલ્સ, એકે Krinkov, બરેટા પિસ્તોલ, ચાઈનીઝ પિસ્તોલ સહિત સેંકડો કારતૂસ મળ્યા છે. પોલીસે જણાવ્યું છે કે આ જૂથ નેટવર્ક સોશિયલ વેલ્ફેરના નામે પૈસા એક્ત્ર કરીને આતંકવાદી ગતિવિધિમાં ખર્ચ કરતા હતા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button