નેશનલ

ઝારખંડની રાંચી જેલમાં કેદીઓનો ડાન્સ વીડિયો વાયરલઃ 2 અધિકારી સસ્પેન્ડ

રાંચીઃ ઝારખંડની રાજધાની રાંચી સ્થિત બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં એક ગંભીર સુરક્ષા ચૂકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેલ પરિસરમાં બે કેદીઓનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના બાદ બે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વીડિયો વાયરલ થયા બાદ જેલ અધિકારીઓએ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. જેના પગલે ઇન્સ્પેક્ટર જનરલ(જેલ)એ તપાસનો આદેશ આપ્યો હતો. પ્રાથમિક અહેવાલમાં આરોપો સાચા હોવાનું જણાતા સહાયક જેલર દેવનાથ રામ અને જમાદાર વિનોદ કુમાર યાદવને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ઝારખંડમાં એક કરોડના ઈનામી સહદેવ સોરેન સહિત ત્રણ માઓવાદી ઠાર, 3 AK-47 રાઈફલ જપ્ત

અધિકારીઓએ જણાવ્યું કે આ વીડિયો થોડા મહિના જૂનો છે. જે જેલના એક ખાસ હોલમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જ્યાં કેટલાક કેદીઓને ટીવી, કુલર અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વીડિયોમાં બંને આરોપીઓ નાચતા અને મસ્તી કરતાં જોવા મળે છે. બંનેની ઓળખ દારૂ કૌભાંડના આરોપી વિધુ ગુપ્તા અને કરોડો રૂપિયાના જીએસટી છેતરપિંડીના આરોપી વિક્કી ભાલોટિયા તરીકે થઇ છે.

બિરસા મુંડા સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ સુદર્શન મુર્મુએ જણાવ્યું કે આ વીડિયો લગભગ ત્રણ-ચાર મહિના જૂનો છે. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેલની અંદર આવા બનાવો બનવા જોઇએ નહીં. પોતાની ફરજમાં નિષ્ફળ રહેલા અધિકારીઓને સજા કરવામાં આવી છે. જે કોઇ પણ ખોટું કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button