ઝારખંડમાં એક કરોડના ઈનામી સહદેવ સોરેન સહિત ત્રણ માઓવાદી ઠાર, 3 AK-47 રાઈફલ જપ્ત

હજારીબાગ, ઝારખંડ: ઝારખંડમાંથી મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ઝારખંડના હજારીબાગ જિલ્લામાં સુરક્ષાદળોએ ત્રણ માઓવાદીઓને ઠાર કર્યાં હોવાનું પ્રકાશ આવ્યું છે. મહત્વની વાત એ છે કે, આ માઓવાદીઓમાં એક પર તો 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર થયેલું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હજારીબાગના પેંતિત્રી જંગલમાં આ અથડામણ થઈ હતી. ત્રણ માઓવાદીઓને ઠાર કર્યા બાદ પણ અહીં ઓપરેશન ચાલી રહ્યું છે.
સહદેવ સોરેન સહિત ત્રણ માઓવાદીઓને ઠાર કરવામાં આવ્યાં
આ મામલે વિગતે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સોમવારે સવારે લગભગ 6 વાગ્યે ગોરહર પોલીસ સ્ટેશન વિસ્તારના પેંતિત્રી જંગલમાં પ્રતિબંધિત ભાકપાના સહદેવ સોરેનની ટુકડી અને સુરક્ષા દળો વચ્ચે અથડામળ થઈ હતી. જેમાં ત્રણ માઓવાદીને ઠાર કરવામાં આવ્યાં છે. જ્યારે વિસ્તારની શોધખોળ કરવામાં આવી, ત્યારે સહદેવ સોરેન, જેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું, તેની સાથે બે અન્ય માઓવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે.
સૈનિકોએ 3 AK-47 રાઈફલ પણ જપ્ત કરવામાં આવી
ઝારખંડના હજારીબાગના જંગલ વિસ્તારમાં 209 કોબ્રા અને પોલીસના જવાનોએ એક ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 3 માઓવાદીઓને ઠાર કર્યા હતા અને સ્થળ પરથી 3 AK-47 રાઈફલ પણ જપ્ત કરવામાં આવી હતી. માર્યા ગયેલા માઓવાદીઓમાં પહેલો સહદેવ સોરેન જેના પર એક કરોડ રૂપિયાનું ઈનામ હતું, બીજો રઘુનાથ બેમ્બ્રમ તેના પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતુ અને ત્રીજો વીરસેન ગંઝૂ જેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું તેમને ઠાર કરવામાં આવ્યાં છે. અત્યારે સુધીમાં કુલ 20 કટ્ટર નક્સલિયોને ઠાર કરવામાં આવ્યાં છે. જેમાં 2 કેન્દ્રીય સમિતિના સભ્યો, 2 BJSSAC સભ્યો, 4 પ્રાદેશિક સમિતિ સભ્યો (ZCM), 2 ઉપ-પ્રાદેશિક સમિતિ સભ્યો (SZCM), 3 ક્ષેત્ર સમિતિ સભ્યો (ACM) અને ઘણા અન્ય કુખ્યાત નક્સલીઓનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: દિલ્હીમાં BMW ચાલક મહિલાએ બાઈકને ટક્કર મારી: નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીનું મોત