ટોપ ન્યૂઝનેશનલ

JEE Advanced 2025 Result: જેઈઈ એડવાન્સનું પરિણામ થયું જાહેર, આ રીતે ચેક કરજો તમારો સ્કોર

આઈઆઈટી જેવી સંસ્થાઓમાં ભણવાનું ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે. જેમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ માટે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ(JEE) નામની પ્રવેશ પરીક્ષા આપવાની રહે છે. જેઈઈ મેઈન્સ અને જેઈઈ એડવાન્સ એમ બે તબક્કામાં આ પ્રવેશ પરીક્ષા લેવાય છે. જેઈઈ મેઈન્સ પાસ કરનાર વિદ્યાર્થી માત્ર એનઆઈટીમાં પ્રવેશ મેળવી શકે છે. જ્યારે જેઈઈ એડવાન્સમાં સારૂં પરિણામ મેળવનાર વિદ્યાર્થી દેશની કોઈપણ આઈઆઈટીમાં પ્રવેશ મેળવી શકે છે. આજે જેઈઈ એડવાન્સ 2025નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

આજે અનેક વિદ્યાર્થીઓનું આઈઆઈટીમાં પ્રવેશ મેળવવાનું સપનું સાકાર થશે. આઈઆઈટી કાનપુર દ્વારા આજે એટલે કે 2 જૂન 2025ના રોજ જેઈઈ એડવાન્સ 2025ની ફાઈનલ આંન્સર કી અને પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષા આપી હોય એવા ઉમેદવારો jeeadv.ac.in વેબસાઈટ પર પોતાનો રજીસ્ટ્રેશન નંબર તથા જન્મતારીખ દાખલ કરીને પોતાનું પરિણામ જોઈ શકે છે. પરીક્ષામાં પાસ થનાર સફળ ઉમેદવારો આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે. તેમના કાઉન્સેલિંગ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા 3 જૂનથી શરૂ થશે.

JEE Advanced પરિણામ કેવી રીતે તપાસશો

  1. results25.jeeadv.ac.in વેબાસાઈટ પર જાઓ.
  2. હોમપેજ પર માગ્યા મુજબ રોલ નંબર, જન્મતારીખ અને મોબાઈલ નંબર દાખલ કરો.
  3. સ્ક્રીન પર તમારૂ સ્કોરકાર્ડ દેખાશે. જેને તમે ડાઉનલોડ કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે, 18મે 2025ના રોજ દેશમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર જેઈઈ એડવાન્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 22 મેના રોજ રિસ્પોન્સ શીટ જાહેર કરવામાં આવી હતી. જ્યારે 25 મેના રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. પ્રોવિઝનલ આન્સર કીમાં વાંધો કે સૂચન માટે પરીક્ષાર્થીઓને 26 અને 27 મેનો સમય આપવામાં આવ્યો હતો. તમામ વાંધાઓની ખરાઈ અને ઉકેલ લાવ્યા બાદ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button