નેશનલ

જનસુરાજ પાર્ટીનું સૂરસૂરિયું, પ્રશાંત કિશોરને રાજકારણ છોડવું પડશે?

238 બેઠક પર ચૂંટણી લડનારી પ્રશાંત કિશોરની પાર્ટી રસ્તા પર….?

પટનાઃ બિહાર જ નહીં, પરંતુ આખા ભારતમાં ચૂંટણી સંબંધિત વ્યૂહરચનાને લઈ ચર્ચામાં રહેનારા પ્રશાંત કિશોર (પીકે)એ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં નસીબ અજમાવ્યું હતું. બહુ ટૂંકા ગાળામાં બિહારના રાજકારણમાં ચર્ચામાં રહેનારા ત્રીજી મહત્ત્વની પાર્ટી તરીકે પ્રશાંત કિશોરની પાર્ટીએ જોર લગાવ્યું હતું, પરંતુ અત્યાર સુધીમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, પરંતુ એમની ભવિષ્યવાણી પણ ખોટી પડી રહી છે. રાજ્યમાં નીતીશ કુમાર ફરી મુખ્ય પ્રધાનની ભૂમિકામાં જોવા મળી શકે છે, જ્યારે સૌથી મોટો સવાલ પ્રશાંત કિશોરે લગાવેલી શરતનો છે. શું છે એ શરત જાણીએ.

જનસુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે બિહારની ચૂંટણી પ્રચાર વખતે અનેક વખત દાવા કર્યા હતા કે આ વખતે જેડીયુ 25થી વધુ સીટ લાવશે નહીં. એક ઈન્ટરવ્યૂમાં તો એટલે સુધી કહ્યું હતું કે જો જેડીયુ 25થી વધુ સીટ પર જીતશે તો તેઓ રાજકારણ છોડશે. હવે એનાથી ત્રણ ગણી બેઠક પર જેડીયુ ટ્રેન્ડમાં છે. રસપ્રદ વાત એ છે કે પ્રશાંત કિશોર શું કરે છે.

પરિણામોની વાત કરીએ તો બિહારના રાજકારણમાં આજનો દિવસ મોટો છે. બિહારની જનતા દ્વારા કરવામાં આવેલા મતદાન કરવામાં આવ્યું અને આજે નવી સરકાર બની શકે છે. પાંચ વર્ષ માટે શાસન કરવા માટે તેજસ્વી યાદવ સહિત જનસુરાજ પાર્ટીએ પણ સપના સેવ્યા હતા, પરંતુ મતગણતરીમાં તો જનસુરાજને ક્યાંય અવકાશ મળે એવું જણાતું નથી. પ્રશાંત કિશોરે જે નેતાઓને જીતાડ્યા છે, જે પોતાની પાર્ટીને ડૂબાડી બેઠા છે.

જનસુરાજ પાર્ટીએ શરુઆતના રુઝાનમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ હવે પાર્ટીના ઉમેદવારો પાણીમાં બેઠા છે. પ્રશાંત કિશોરે જે રીતે નીતિશ કુમારની જેડીયુને ફક્ત 25 સીટ મળવાનો દાવો કર્યો હતો, પરંતુ હવે પોતાની પાર્ટીને સીટ મળવાના વાંધા પડ્યાં છે. દરભંગા ગ્રામીણ, ચેરિયા બરિયારપુર અને કરગહર જેવી મહત્ત્વની સીટ પર મેદાનમાં હતા.

કોંગ્રેસના માફક પ્રશાંત કિશોરે પણ જનસુરાજ યાત્રાના માધ્યમથી લોકોને જાણવાનો અને પાર્ટીના પ્રચારનો પ્રયાસ કર્યો હતો. યુવાનો, ખેડૂતો, બેરોજગાર સહિત અન્ય મુદ્દાને જનતાની વચ્ચે ઉઠાવ્યા હતા. પાર્ટી પહેલી વખત વિધાનસભાની ચૂંટણીમાં ઉતરી હતી, જે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં આવી હતી. પરિવર્તન મોડેલ લઈને આવ્યા પછી પણ જનસુરાજ પાર્ટી સ્થાપિત કરી પણ આગામી દિવસોમાં ભવિષ્ય કેવું રહેશે એ સવાલ છે. બપોર પછીના પરિણામો પછી પાર્ટીના પ્રવક્તાએ કહ્યું છે કે પાર્ટીની વાત કાં તો સમજી શકી નથી અથવા અમે લોકો જનતાને અમારી વાત સમજાવી શક્યા નથી.

સૌથી પહેલી વખત મેદાનમાં આવ્યા પછી 238 સીટ પર પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતર્યા હતા, જેમાં પૂર્વ સરકારી અધિકારી, ડોક્ટર, વકીલ, શિક્ષણશાસ્ત્રી, સામાજિત કાર્યકર્તા, ઉદ્યોગપતિનો સમાવેશ કર્યો હતો. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે આ ચૂંટણી તેમના માટે પરીક્ષા સમાન હતી. તેમના શબ્દોમાં કહીએ તો જનસુરાજ પાર્ટી મોટી શક્તિ તરીકે ઊભરી આવશે.

આપણ વાંચો:  પેટા ચૂંટણી પરિણામઃ નગરોટામાં લહેરાયો ભાજપનો ભગવો, દેવયાની રાણાએ ખીલવ્યું કમળ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button