જમ્મુ અને કાશ્મીના પૂંછ જિલ્લામાં સરકારી શાળા પર પડ્યો મોટો પથ્થર! એકનું મોત અને ચાર લોકો ઘાયલ…

જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં આવેલી એક સરકારી શાળાના એક રૂફ ઉપર મોટો પથ્થર પડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દુર્ઘટનામાં 1 વિદ્યાર્થીનું મોત થયું છે, જ્યારે 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. પૂંછ જિલ્લાના કલાસા ભૈંચ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં આ દુર્ઘટના બની છે. જેમાં છ વર્ષના વિદ્યાર્થીનું ઘટના સ્થળ પર જ મોત થયું છે.સમગ્ર મામલે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી અને ઘાયલોને સત્વરે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં છે.
અહસાન અલી નામના વિદ્યાર્થીનું ઘટનાસ્થળ પર જ મોત
આ દુર્ઘટના મામલે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, પહેલા ધોરણમાં ભણતા અહસાન અલીના નામના વિદ્યાર્થીનું મોત થયું છે. આ સિવાય દુર્ઘટનામાં મોહમ્મદ સફીર, બિલાલ ફારૂક, આફતાબ અહમદ, તોબિયા કૌસરને ગંભીર ઇજાએ પહોંચી હોવાથી તેમને હોસ્પિટલ ખસેડ્યાં છે. પૂંછના મુખ્ય તબીબી અધિકારી ડૉ. પીએ ખાને જણાવ્યું હતું કે, નજીકના પર્વત પરથી એક મોટો ખડક નીચે પડીને શાળાના મકાન પર પડ્યો હતો. આ ખડક પડવાથી એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

મૃતક વિદ્યાર્થીનો પરિવાર હોસ્પિટલમાં દોડી આવ્યો
એક વિદ્યાર્થીનું મોત થતા પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ ત્યારે બચાવ કામગીરી કરી રહી છે. સ્થાનિકો દ્વારા પણ પોલીસે મદદ કરવામાં આવી રહી છે. પોલીસે આપેલી વિગતો પ્રમાણે હજી પણ કાટમાળ નીચે અનેક લોકો દટાયેલા હશે તેવી આશંકા છે. એક વિદ્યાર્થીનું મોત થયું તે મામલે પોલીસે પરિવારને જાણ કરી દીધી છે. જેથી મૃતક વિદ્યાર્થીનો પરિવાર હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. જિલ્લા હોસ્પિટલ ખાતે અત્યારે ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. જ્યારે ઘટના સ્થળ પર પોલીસ પણ તપાસ કરી રહી છે.