ભારતીય સેનાએ કાશ્મીરમાં પાકિસ્તાની લશ્કરના ટોચના કમાન્ડર સહિત 2 આતંકવાદીને ઠાર કર્યા
આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ભારતીય સેનાના બે જવાનો શહીદ થયા

કુલગામ, જમ્મુ અને કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જેમાં જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટી સફળતા મળી છે. જમ્મુ અને કાશ્મીના કુલગામ જિલ્લાના ગુદ્દર વિસ્તારમાં આતંકી છુપાયા હોવાની હોવાની બાતમી મળી હોવાથી ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સેનાએે એક પાકિસ્તાની લશ્કર કમાન્ડર સહિત બે આતંકવાદીઓને ઠાર કર્યાં છે. દુઃખની વાત એ છે કે, ઓપરેશનમાં ભારતીય સેનાના બે જવાનો પણ શહીદ થયાં છે.
જમ્મુ અને કાશ્મીરમાં સેનાનું મોટું ઓપરેશન
મળતી વિગતો પ્રમાણે આતંકવાદીઓ સામે ઓપરેશન જમ્મુ અને કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સીઆરપીએફ સંયુક્ત રીતે શરૂ કર્યું હતું. એન્કાઉન્ટર દરમિયાન ત્રણ સૈન્ય જવાનો ઘાયલ થયા હતા, જેમાંથી બે જવાન શહીદ થયાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક સ્થાનિક હતો જ્યારે બીજો વિદેશી આતંકવાદી હતો, જે ‘રહેમાન ભાઈ’ના કોડ નામથી ઓળખાતો હતો. તે બંને ભારતીય સેનાએ ઠાર કર્યાં છે.
આ પણ વાંચો: ભારતીય સેનાને મળી મોટી સફળતા, જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બે આતંકીને ઠાર માર્યા
આ અથડામણમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયાં
ભારતના કોઈ પણ ખૂણામાં જ્યારે પણ કોઈ આફત આવે છે, ત્યારે ભારતીય સેના સેવા અને સુરક્ષા માટે તૈનાત રહે છે. પંજાબમાં પણ પૂરની સ્થિતિ છે, ત્યારે ભારતીય સેનાના જવાનો બચાવકામગીરી કરીને લોકોને મદદ કરી રહ્યાં છે. સરહદો પર દુશ્મનોથી સુરક્ષા કરવાની હોય કે પછી દેશમાં કોઈ વિકત સ્થિતિ આવી હોય છે, આપણી ભારતીય સેના ખડેપગે જ જોવા મળે છે. આતંકવાદી સામે પણ ભારતીય સેના મોટી કાર્યવાહી કરી રહી છે.