Jammu Kashmir ના કઠુઆ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ છુપાયા હોવાની આશંકા

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાંથી(Jammu Kashmir)આતંકી પ્રવુતિઓ નાબૂદ કરવા સુરક્ષા દળો સક્રિય છે. જેમાં હાલમાં જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર વિસ્તારમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક શંકાસ્પદ ગતિવિધિઓ બાદ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ ગઈ છે.
સાયલ ગામમાં કેટલાક શંકાસ્પદ લોકો જોવા મળ્યા હતા જેની જાણ સુરક્ષા એજન્સીને કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં 2 થી 3 શંકાસ્પદ આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા છે.
આપણ વાંચો: યુપીમાં રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન: PoK વિના જમ્મુ કાશ્મીર છે અધૂરું
સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું છે
તેની બાદ સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. સેના, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ કોઈપણ સંભવિત ખતરાનો શક્ય તેટલી ઝડપથી સામનો કરવા માટે સંયુક્ત રીતે વ્યૂહાત્મક કામગીરી હાથ ધરી રહ્યા છે.
સંયુક્ત ટીમ ગાઢ જંગલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આપણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં વધતા આતંકી હુમલાથી એલર્ટ સૈન્યઃ સરહદી જિલ્લાઓમાં પેટ્રોલિંગ વધાર્યું…
સુરક્ષા દળો ભારે સશસ્ત્ર આતંકવાદીઓના જૂથને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ભીષણ અથડામણ શરૂ થઈ ગઈ. આ વિસ્તાર ગાઢ જંગલ હોવાથી કામગીરીમાં સમય લાગી શકે છે.
વિસ્તારના લોકોને પણ સતર્ક રહેવાની ચેતવણી
વિસ્તારના લોકોને પણ સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે અને સુરક્ષા દળોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. સુરક્ષા દળો કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને એન્કાઉન્ટર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે.