નેશનલ

જૈશે મોહમ્મદની “ડિજિટલ જેહાદ”: ભારતમાં વોટ્સએપ મારફત યુવાનોને બનાવે છે ટાર્ગેટ!

નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા અને ખાસ કરીને ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)એ તેની દાયકાઓ જૂની ગુપ્ત રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. હવે જૈશ ભારતીય યુવાનો સુધી પહોંચવા માટે વોટ્સએપ ચેનલોનો વ્યાપક ઉપયોગ કરી રહ્યું છે. તમને જાણીને નવાઈ થશે કે, જૈશ-એ-મોહમ્મદની વોટ્સએપ ચેનલમાં જેના 13,000 થી વધુ ભારતીય ફોલોઅર્સ છે. આવો જાણીએ જૈશ-એ-મોહમ્મદ આ ડિજિટલ હથિયાર તરફ કેવી રીતે વળ્યું.

ગુપ્તતાથી જાહેર મંચ જોવા મળ્યો મસૂદ અઝહર

બાલાકોટ હુમલા પહેલા, જૈશ-એ-મોહમ્મદ અત્યંત ગુપ્તતાથી કામ કરતું હતું. નેતા મસૂદ અઝહર ખોટા નામથી કોલમ લખતો હતો અને તેના ઓડિયો સંદેશાઓ તેના સાથી તલ્હા સૈફઈ દ્વારા વાંચવામાં આવતા હતા. અન્ય સંગઠનો (જેમ કે લશ્કર-એ-તૈયબા) વિપરીત, જૈશ-એ-મોહમ્મદમાં મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ સખત પ્રતિબંધિત હતો. જોકે, જૂન 2024માં ઓપરેશન સિંદૂરમાં ઠેકાણાઓને નોંધપાત્ર નુકસાન થયા પછી, સંગઠને વ્યૂહરચના બદલી છે. 27 જૂન, 2024ના રોજ, અઝહરે પહેલીવાર જાહેરમાં એક લગ્નમાં હાજરી આપી અને તેનું ભાષણ સોશિયલ મીડિયા પર લીક થયું, જે ફોરેન્સિક વિશ્લેષકોએ તેના અવાજ તરીકે પુષ્ટિ કરી હતી.

વોટ્સએપ બન્યું નવું ડિજિટલ હથિયાર

ઓપરેશન સિંદૂર બાદ જૈશ-એ-મોહમ્મદે ભારતીય યુવાનો સુધી પહોંચવા માટે એક નવું ડિજિટલ પ્લેટફોર્મ અપનાવ્યું છે. જેમા બે વોટ્સએપ ચેનલ શરૂ કરવામાં આવી છે. આ વોટ્સએપ ચેનલ પર કેવી માહિતી શેર કરવામાં આવે છે, તેની માહિતી નીચેના કોષ્ટક પ્રમાણે છે.

જૈશની ટેલિગ્રામ ચેનલોની સરખામણીમાં વોટ્સએપ એકાઉન્ટ્સ પર સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ઘણી વધારે છે. આ ચેનલો હવે અઝહરના જૂના ભાષણો, ઇ-પુસ્તકો, નશીદ (જેહાદી ગીતો) અને ઓનલાઇન પ્રવચનો સરળતાથી શેર કરે છે, જેનાથી તેની પહોંચ બહાવલપુરથી સમગ્ર ભારતમાં સ્માર્ટફોન સુધી વિસ્તરી છે.

ગુપ્તચર એજન્સીઓની ચિંતા

ગુપ્તચર એજન્સીઓ આ વોટ્સએપ ચેનલો અને દિલ્હી લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટ (જેમાં 12 લોકો માર્યા ગયા હતા) વચ્ચેના સંભવિત જોડાણની તપાસ કરી રહી છે. જૈશનું નવું ડિજિટલ અભિયાન હવે ભારતીય પત્રકારો અને સંરક્ષણ પત્રકારોને પણ નિશાન બનાવી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જૈશે હવે ભારતીય વપરાશકર્તાઓને વધુ સારી રીતે લક્ષ્ય બનાવવા માટે જનરેટિવ અને AI ટૂલ્સનો ઉપયોગ કરીને અંગ્રેજી અને હિન્દીમાં સામગ્રી બનાવવાનું શરૂ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં સૌથી મોટો વપરાશકર્તા આધાર હોવા છતાં, વોટ્સએપ જેવા પ્લેટફોર્મ્સમાં ભારતના સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને પૂરતા પ્રમાણમાં મધ્યસ્થતાનો અભાવ છે. આ અંગે અધિકારીઓએ ધ્યાન દોર્યું છે. આ ઉપરાંત, લશ્કર-એ-તૈયબાનો પ્રચાર પણ ફેસબુક અને પાકિસ્તાન મરકઝી મુસ્લિમ મુસ્લિમ લીગ (PMML) સાથે જોડાયેલા સોશિયલ મીડિયા પેજ દ્વારા ભારતીય ઘરો સુધી પહોંચી રહ્યો છે.

આ પણ વાંચો…કેન્દ્ર સરકારે દિલ્હી બ્લાસ્ટને ‘આતંકી ઘટના’ માનીઃ દોષીઓને આકરી સજા થશે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button