જયપુરથી ચેન્નઈ જતી ફ્લાઈટનું કરવું પડ્યું ઈમર્જન્સી લેન્ડિંગ, એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ

જયપુર: જયપુરથી ચેન્નઈ જતી એક ફ્લાઇટનું આજે સવારે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, લેન્ડિંગ પહેલા જ વિમામનું ટાયર ફાટી ગયું હતું. પાયલોટની સતર્કતા અને એરપોર્ટ અધિકારીઓની તત્પરતાને કારણે વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. સુરક્ષિત રીતે લેન્ડિંગ થઈ જતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
પરંતુ સમગ્ર ઘટનાને લઈને એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. એટલું જ નહીં પરંતુ પાલીમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેના હેલિકોપ્ટરમાં થયેલા વિસ્ફોટ ઘટના બની હતી જો કે, રાજ્યપાલના હેલિકોપ્ટરની ઘટનામાં પણ કોઈ જાનહાનિના સમાચાર પ્રકાશમાં આવ્યા નથી. આ ઘટનામાં પણ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યાં નથી.
જયપુરથી ચેન્નઈ જતી એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું તેને લઈને અધિકારીઓએ જણાવ્યું કે, લેન્ડિંગ પહેલા જ પાઇલોટને ટાયરમાં સમસ્યા હોવાની શંકા હતી. જેથી પાઈલોટે તાત્કાલિક એરપોર્ટ પ્રશાસનને જાણ કરી, ત્યારબાદ તમામ કટોકટી વ્યવસ્થા સક્રિય કરી દેવામાં આવી હતી.
આ સાથે લોકોની સલામતીને પ્રાધાન્ય આપતા દરેક ધોરણોનું પાલન કરીને વિમાનનું સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. આ ઘટના બાદ, ઉડ્ડયન અધિકારીઓએ ટાયર ફાટવાના કારણની તપાસના આદેશ આપ્યા છે. નિષ્ણાતોની એક ટીમ સમીક્ષા કરી રહી છે કે શું આ ઘટના ટેકનિકલ ખામી, જાળવણીમાં ખામી કે અન્ય કોઈ કારણસર બની છે.
આપણ વાંચો: આજે ફ્લાઇટમાં ફરી બોંબની ધમકી બાદ ઇમરજન્સી લેન્ડિંગ, 184 મુસાફરો હતા સવાર
ઇમરજન્સી લેન્ડિંગ બાદ વિમાનની તપાસ કરવામાં આવી હતી. વિમાનનું વ્હીલ નંબર-2 ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળ્યું હતું. તેની ડાબી બાજુથી ઘણા ટુકડા બહાર નીકળી રહ્યા હતાં. આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, અત્યારે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.
એટલું જ નહીં પરંતુ મુસાફરોએ પાઇલટ અને એરપોર્ટ અધિકારીઓનો તેમના આ કાર્ય માટે આભાર પણ માન્યો છે. સ્વાભાવિક છે કે, આવી સ્થિતિમાં લોકો ગભરાઈ ગયા હતાં, પરંતુ અત્યારે દરેક લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં છે. જેથી દરેક મુસાફરોએ અધિકારીઓનો આભાર માન્યો હતો.