નેશનલ

જયપુર ભયાનક અકસ્માતમાં મોતનો આંકડો વધીને 19 થયો, ડમ્બર ચાલક નશામાં હતોઃ સૂત્ર

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં ભયાનક માર્ગ અકસ્માતમાં મોતનો આંકડો વધી ગયો છે. એક ડમ્પરે 10થી વધુ વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 19 લોકોના મોત થયાના અહેવાલો મળ્યાં છે. આ સાથે 40થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.

આ અકસ્માત હરમાડા વિસ્તારમાં પુરઝડપે આવતા ડમ્પરે લગભગ એક ડઝન વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા હજી પણ વધી શકે તેવી આશંકા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, એકસ્માત સર્જનાર ડપ્મરનો ડ્રાઈવર દારૂના નશામાં હતો. લોકોએ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી

આપણ વાચો: રાજસ્થાનના જયપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, 10 લોકોના મોત…

પુરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા

અકસ્માતની વાત કરવામાં આવે તો, જયપુરમાં બપોરે 1 વાગ્યાની આસપાસ સીકર રોડ પર લોહા મંડી વિસ્તારમાં બેકાબૂ ડમ્બરે આ અકસ્માત સર્જોયો હતો. જયારે રોડ પર ટ્રાફિક સામાન્ય હતો ત્યારે અચાનક પુરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો અને સામેથી આવતા અનેક વાહનોને અડફેટે લીધા હતાં.

આ ટક્કર એટલી ગંભીર હતી કે ઘણી કાર અને બાઇકને ભારે નુકસાન થયું છે. ડમ્પરે અનેક વાહનોને ટક્કર મારી હતી. તેમજ આ અકસ્માતને કારણે રોડ પર અફરાતરી મચી ગઈ હતી. આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

આપણ વાચો: તેલંગાણામાં ગોઝારો માર્ગ અકસ્માત: હૈદરાબાદ જતી બસ ટ્રક સાથે અથડાઈ, 20 મુસાફરોના મોત…

ડમ્પર ચાલક નશામાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું

અકસ્માતમાં ઘાયલ થયેલા ઘાયલોને સ્થાનિકોએ સત્વરે સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતાં. જેમની પાસે ફોન હતા તેઓએ તેમના પરિવારોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ પહોંચી ગઈ હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે ડમ્પર ચાલક નશામાં હતો. આ અકસ્માતને કારણે વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો.

લોકોએ આવા વાહનચાલકોને કડક સજા આપવાની માંગણી પણ કરી હતી. આ પહેલા પણ રાજસ્થાનમાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. જ્યારે પરિવારજનોને અકસ્માત અંગે જાણ થઈ ત્યારે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.

લોકોએ ધરણા પર બેસીને કાર્યવાહી કરવા માંગણી કરી

મળતી જાણકારી પ્રમાણે લોકોએ રસ્તા પર ધરણા પર બેસીને આરોપી સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી. આ પહેલા પણ દારૂના નશામાં ડ્રાઈવિંગ કરતા ડ્રાઈવરોએ અકસ્માત સર્જેલા છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે, આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button