નેશનલ

ઈટ્સ ફાઈનલઃ પીએમ મોદી આપશે રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી….

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ ખૂબ જ પૂરજોષમાં ચાલી રહી છે અને હવે આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહોત્સવમાં સામેલ થશે.

મળી રહેલી માહિતી અનુસાર બુધવારે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ચંપત રાય, નુપેન્દ્ર મિશ્રા અને અન્ય બે વ્યક્તિ પીએમ મોદીને ફરી એક વખત મળીને પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપવા આગ્રહભરી વિનંતી કરી હતી.

ટ્રસ્ટના આગ્રહને વશ થઈને પીએમ મોદીએ નિમંત્રણ સ્વીકારી લીધું હતું અને કાર્યક્રમમાં હાજરી આપવા માટે હામી ભરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 22મી જાન્યુઆરી, 2024ના અયોધ્યા ખાતે બની રહેલાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થશે. પ્રાણપ્રતિષ્ઠા 22મી જાન્યુઆરીને બપોરે 12 વાગ્યાની આસપાસ યોજાશે અને એના માટે અત્યારથી જ અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મંદિર ટ્રસ્ટના સભ્યોને મળ્યા બાદ પીએમ મોદીએ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે જય સિયારામ! આજનો દિવસ લાગણીઓથી ભરપૂર છે. અત્યારે જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ મને મારા ઘરે મળવા આવ્યા હતા. તેમણે મને શ્રી રામ મંદિરના અભિષેક પ્રસંગે અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું છે.
આગળ પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માની રહ્યો છું. મારા માટે ખરેખર ખૂબ જ સૌભાગ્યની વાત છે કે હું મારા જીવનકાળમાં આ ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બનવા જઈ રહ્યો છું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button