
બેંગલુરુ: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO) અવકાશ વિજ્ઞાનમાં સતત નવા વિક્રમમો સર્જી રહી છે. આજે ISRO તેને અત્યાર સુધી લોન્ચ કરેલા સૌથી ભારે કોમ્યુનિકેશન સેટેલાઇટનું લોન્ચિંગ કરશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન અવકાશ કેન્દ્રથી લોન્ચ વ્હીકલ માર્ક-૩(LVM3) દ્વારા CMS-03 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે.
CMS-03 ઉપગ્રહનું વજન 4,410 કિલોગ્રામ છે, LVM3-M5 દ્વારા તેને પૃથ્વીની સપાટીથી 170 કિમીની ઊંચાઈએ 29,970 કિમીની જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. CMS-03 ISROનો સૌથી ભારે ઉપગ્રહ છે, તેને ISROના CMS-03 રોકેટ દ્વારા સાંજે 5.26 લોન્ચ કરવામાં આવશે. લોન્ચ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
ISRO ની ક્ષમતા વધી રહી છે:
અત્યાર સુધી, ISRO એ તેના ભારે ઉપગ્રહો અન્ય દેશોની પ્રાઈવેટ સ્પેસ એજન્સીઓનેનો સોંપતું હતું. હવે ISRO પોતે જ સ્વદેશી રોકેટ દ્વારા આ ઉપગ્રહ લોન્ચ કરશે, જે દર્શાવે છે કે ISRO ની લોન્ચિંગ કેપેસિટી સતત વધી રહી છે. LVM3નાં સુધારેલા વર્ઝન દ્વારા ગગનયાન મિશન હેઠળ પણ સમાનવ સ્પેસ મિશન હાથ ધારવામાં આવશે.

આટલા કરોડનો ખર્ચ:
ઈસરોએ આપેલી જાણકારી મુજબ રોકેટ સંપૂર્ણપણે એસેમ્બલ થઈ ગયું છે. આ મિશન માટે લગભગ 500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. રોકેટ લોન્ચ થયાના 16 મિનિટ પછી ઉપગ્રહને તેની નિર્ધારિત ઓર્બીટમાં સ્થાપિત કરવામાં આવશે.
LVM3ને અગાઉ જીઓસિંક્રોનસ લોન્ચ વ્હીકલ માર્ક 3 અથવા GSLV Mk 3 તરીકે ઓળખવામાં આવતું હતું, LVM3 પૃથ્વીની નીચી ઓર્બીટમાં 8,000 કિગ્રા અને જીઓસિંક્રોનસ ઓર્બીટમાં 4,000 કિગ્રા સુધીનો પેલોડ સ્થાપિત કરી શકે છે. LVM3માં સોલિડ, લિક્વિડ અને ક્રાયોજેનિક ફ્યુઅલ આધારિત એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો…ઉત્તરાખંડના ધરાલીમાં તબાહી, ઈસરોની તસવીરો જોઈ લો પગ નીચેથી જમીન ખસી જશે



