ISROએ આપ્યા મોટા સમાચાર, 15મી ઓગસ્ટના આપશે Special ગિફ્ટ
બેંગલુરુઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા સ્વતંત્રતા દિવસે એટલે કે 15 ઓગસ્ટે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. ઇસરોએ તેને અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-8 (ઇઓએસ-8) નામ આપવામાં આવ્યું છે, એમ ઈસરોના અધિકારીએ જણાવ્યું હતું.
ઇઓએસ-8ને સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એસએસએલવી-ડી3થી લોન્ચ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે ઇઓએસ-8 સેટેલાઇટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવી શકે છે. આ મિશનનો ઉદ્દેશ્ય દેશ અને દુનિયાભરમાં કુદરતી આફતોનું અવલોકન કરવાનો અને એલર્ટ સામેલ છે.
ઇસરોએ જણાવ્યું હતું કે ઇઓએસ-8 સેટેલાઇનને 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના દિવસે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરાશે. ઇઓએસ-8 અભિયાનનો પ્રાથમિક ઉદ્દેશ્યો માઇક્રો ઉપગ્રહની ડિઝાઇન તૈયાર કરવી અને પેલોડ ડિવાઇસ બનાવવું તથા ભવિષ્યના ઉપગ્રહો માટે આવશ્યક નવી ટેકનોલોજી સામેલ કરવાનો છે.
આ પણ વાંચો: Space ટેકનોલોજીથી ભૂસ્ખલનમાં દબાયેલા લોકોની જાણકારી મેળવવી મુશ્કેલ, ISRO ચીફે વર્ણવી મુશ્કેલી..
ઇઓએસ-8માં ત્રણ પેલોડ છે-ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇન સિસ્ટમ-રિફ્લેક્ટોમેટ્રી પેલોડ અને સીઆઇસી યુવી ડોસીમીટર છે. ઇઓએસ-8 આઇએમએસ-1 માઇક્રો સેટેલાઇટ બસ પર બનેલ છે અને તેમાં ત્રણ પેલોડ રાખવામાં આવ્યા છે.
પ્રથમ પેલોડ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ છે. જ્યારે બીજું ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ-રિફ્લેકમેટ્રી જીએનએસએસ-આર પેલોડ છે. ત્રીજા પેલોડનું નામ એસઆઇસી યુવી ડોસિમીટર છે.
આઇઓઆઇઆર પેલોડ ઇમેજ મેળવવા માટે રચાયેલ છે. આ પેલોડ લાંબા અને મધ્યમ ઇન્ફ્રારેડ તરંગલંબાઇમાં દિવસ અને રાત્રિના સમયની છબીઓ કેપ્ચર કરી શકે છે. આ ઉપરાંત જીએનએસએસ-આર પેલોડ દરિયાની સપાટીની હવાનું પૃથ્થકરણ કરવા, જમીનની ભેજનું મૂલ્યાંકન કરવા અને પૂરની જાણકારી મેળવવા માટે કામ કરશે.
સૂત્રોએ જણાવ્યું કે ઇઓએસ-8 સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલથી લોન્ચ કરવામાં આવશે. ઇસરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇઓએસ-8 મિશનના પ્રાથમિક ઉદ્દેશ્યો માઇક્રોસેટેલાઇટ ડિઝાઇન કરવા અને પેલોડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવવા અને ભવિષ્યના ઉપગ્રહો માટે જરૂરી નવી ટેકનિકનો સમાવેશ કરવાનો છે.