નેશનલ

Space ટેકનોલોજીથી ભૂસ્ખલનમાં દબાયેલા લોકોની જાણકારી મેળવવી મુશ્કેલ, ISRO ચીફે વર્ણવી મુશ્કેલી..

નવી દિલ્હી : ઈસરોના ચીફ એસ સોમનાથે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સ્પેસ(Space)ટેક્નોલોજીથી માત્ર ચોક્કસ ઊંડાઈ સુધી શોધ કરવી શક્ય છે અને પીડિતોને શોધવા માટે તેના પર ભરોસો કરી શકાય નહીં. એસ સોમનાથ ISRO દ્વારા આયોજિત આઉટરીચ પ્રોગ્રામમાં પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. કેરળમાં તાજેતરના ભૂસ્ખલનની ઘટના પર, સોમનાથે કહ્યું કે અવકાશ-આધારિત સેન્સર્સ કાટમાળ હેઠળ દટાયેલી વસ્તુઓને શોધવામાં મર્યાદાઓ ધરાવે છે. જે હાલમાં એક સમસ્યા છે.

સેન્સરની પણ મર્યાદાઓ હોય છે.

ISROના આઉટરીચ પ્રોગ્રામમાં બોલતા, એસ સોમનાથે વધુમાં જણાવ્યું હતું કે અવકાશમાંથી જમીનની નીચેની વસ્તુઓ શોધવાનું શક્ય નથી. ચોક્કસ ઊંડાઈ સુધી રડાર સિગ્નલ વડે શોધ કરવી શક્ય છે. પરંતુ ભૂગર્ભ નદીઓ અથવા પેટ્રોલિયમ ભંડારો અને ઊંડા ખનિજો શોધવાનું શક્ય નથી.

ગગનયાન મિશન પર ઈસરોના વડાએ શું કહ્યું?

આ દરમિયાન ગગનયાન મિશન સંબંધિત એક પ્રશ્નનો જવાબ આપતા એસ સોમનાથે કહ્યું કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જવાની પ્રક્રિયામાંથી આપણને ઘણું શીખવા મળે છે. અમારા એક અવકાશયાત્રીને જમીનની તૈયારીની સમગ્ર પ્રક્રિયામાં તાલીમ આપવામાં આવશે. આ અમને જણાવશે કે ગગનયાન મિશન માટે કેવી રીતે તૈયાર કરવી જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે ગગનયાત્રી વાસ્તવમાં ફ્લાઇટનો અનુભવ કરશે અને ત્યાં પહેલેથી જ આંતરરાષ્ટ્રીય ક્રૂ સાથે કામ કરશે. ત્યારે તેઓ ખરેખર તે પ્રકારનું જ્ઞાન અને કૌશલ્ય મેળવશે જે ISROને ભારતના મિશન માટે તૈયાર કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે