નેશનલ

ઇસરો સેટેલાઈટની મદદથી રાખી રહ્યું છે પાકિસ્તાનની દરેક હિલચાલ પર બાજ નજર

નવી દિલ્હી : ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ વચ્ચે પણ ઇસરો 10 સેટલાઈટની મદદથી પાકિસ્તાનની દરેક હિલચાલ પર બાજ નજર રાખી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇસરોના ચેરમેનનું એક મોટું નિવેદન આવ્યું છે. ઇસરોના ચેરમેન વી નારાયણને એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે દેશના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વ્યૂહાત્મક હેતુ માટે 10 ઉપગ્રહો ચોવીસ કલાક કાર્યરત છે.

7,000 કિલોમીટરના દરિયાઈ વિસ્તાર પર નજર રાખવી પડશે

તેમણે અગરતલામાં સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ના પાંચમા દીક્ષાંત સમારોહમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું, જો આપણે આપણા દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગતા હોઈએ, તો આપણે આપણા ઉપગ્રહો દ્વારા સેવા આપવી પડશે. આપણે આપણા 7,000 કિલોમીટરના દરિયાઈ વિસ્તાર પર નજર રાખવી પડશે. ઉપગ્રહ અને ડ્રોન ટેકનોલોજી વિના આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકતા નથી.

ભારતે 127 સેટેલાઇટ લોન્ચ કર્યા

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ઇસરોએ કુલ 127 ભારતીયસેટેલાઇટ લોન્ચ કર્યા છે. આમાં ખાનગી સંચાલકો અને શૈક્ષણિક સંસ્થાઓના સેટેલાઇટનો પણ સમાવેશ થાય છે. આમાંથી 22 લો અર્થ ઓર્બિટ (LEO) માં અને 29 જીઓ-સિંક્રોનસ અર્થ ઓર્બિટમાં છે. જે કેન્દ્ર સરકારની માલિકીના છે. ભારત પાસે લગભગ એક ડઝન જાસૂસી અથવા સર્વેલન્સ સેટેલાઇટ છે. આમાં કાર્ટોસેટ અને RISAT શ્રેણી તેમજ EMISAT અને માઇક્રોસેટ શ્રેણીનો સમાવેશ થાય છે, જે ચોક્કસ દેખરેખ કાર્યો માટે રચાયેલ છે.

આ પણ વાંચો…..ભારતીય સેનાના હુમલામાં પાકિસ્તાનના ફાઇટર જેટને નુકસાન, પાકિસ્તાને આખરે સ્વીકાર્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button