નેશનલ

ISIનું ખતરનાક ષડયંત્ર: ભારતના સગીરોનું બ્રેઈનવોશ કરી જાસૂસી નેટવર્ક બનાવ્યું, આ રીતે થયો પર્દાફાસ…

નવી દિલ્હી: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓ ફેલાવવા સતત સક્રિય રહે છે. એવામાં એક ખતરનાક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે. ISI સગીરોને ફસાવીને આતંકવાદી પ્રવૃતિઓ માટે કામ કરવા બ્રેઈન વોશ કરી રહી રહી છે.

એક મીડિયા અહેવાલ 37 થી વધુ સગીરો ભારતીય સુરક્ષા એજન્સીઓની તપાસ હેઠળ છે, જેમાંથી 12 પંજાબ અને હરિયાણાના અને 25 જમ્મુ અને કાશ્મીરના છે. તમામની ઉંમર 14 થી 17 વર્ષની વચ્ચે છે.

આ રીતે થયો પર્દાફાશ:
જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં 15 વર્ષના સગીરની અટકાયત અને પુછપરછ બાદ આ સમગ્ર ષડ્યંત્ર જાણમાં આવ્યું હતું. તાપસ એજન્સીઓને જાણવા મળ્યું કે સગીર પાકિસ્તાન સ્થિત એજન્સીઓ અને હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતો.

સગીરના ફોનની તપાસ કરતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા. સગીર પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો અને ISI અમે તેના હેન્ડલર્સના સંપર્કમાં હતો અને તેને સ્થાનિક માહિતી મોકલી રહ્યો હતો. અધિકારીએ જણાવ્યું સગીર પાકિસ્તાન સ્થિત એજન્સીઓની સૂચનાના આધારે તે ભારતીય સેના સંવેદનશીલ સ્થળોના વિડીયો શૂટ કરીને મોકલતો હતો.

આ પણ વાંચો…પઠાણકોટમાં 15 વર્ષનો કિશોર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતા ઝડપાયો: સેનાની ગુપ્ત માહિતી શેર કરી

અહેવાલ મુજબ સગીરના ફોનને ક્લોન કરવામાં આવ્યો હતો, જેનાથી તેના હેન્ડલર્સ તેની ગતિવિધિઓ પર સતત નજર રાખી શકતા હતા. સગીરના ફોનમાં સેવ કરવામાં આવેલું કન્ટેન્ટ હેન્ડલર્સ સરળતાથી મેળવી શકતા હતાં.
વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ કોઈ છૂટક મામલો ન હતો પણ એક જાસૂસી નેટવર્ક બનાવવામાં આવ્યું છે. પોલીસને જાણવા મળ્યું કે ISI દ્વારા ઘણા ઓનલાઈન માધ્યમથી સગીરોનું બ્રેઈનવોશ કરવામાં આવતું હતું.

તપાસ એજન્સીઓએ ISIના ષડ્યંત્રનો ભોગ બનેલા સગીરોને ઓળખવા અને તેમના સુધી પહોંચવા માટે કામ કરી રહી છે. અધિકારીઓને ચિંતા છે કે જો છોકરાની અટકાયત કરવામાં નહીં આવે, તો તેઓ વધુ ગંભીર પ્રવૃત્તિઓમાં સામેલ થી શકે છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button