નેશનલ

બાંગ્લાદેશી સંકટઃ પશ્વિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલયની સરહદ પરથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ 11 સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના 11 નાગરિકો પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મેઘાલય સરહદમાંથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા ઝડપાયા હતા. આ માહિતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસેફ)એ આપી હતી. બીએસએફના એક પ્રવક્તાએ કહ્યું હતું કે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધુ કાનૂની કાર્યવાહી માટે તેમને રાજ્ય પોલીસને સોંપવામાં આવશે.
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ અનામત વિરોધી આંદોલન ચલાવી રહ્યા છે. જેના કારણે ત્યાં હિંસા ફાટી નીકળી છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. લોકો સરહદ પાર કરીને ભારત આવીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે બીએસએફ પરસ્પર મુદ્દાઓ ખાસ કરીને ભારતીય નાગરિકો અને બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોના લોકો પર થતા અત્યાચારને રોકવા માટે તેના સમકક્ષ અધિકારીઓના નિયમિત સંપર્કમાં છે.

આ પણ વાંચો : “બાંગ્લાદેશમાં હિંદુઓનું રક્ષણ નહીં થાય તો રોહિંગ્યા મુસ્લિમોના એ જ હાલ” સાધુ સંતોએ ઉચ્ચારી ચીમકી

કોલકાતામાં મુખ્ય મથક ધરાવતા બીએસએફના દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના પૂર્વ કમાન્ડ હેડ, એડિશનલ ડાયરેક્ટર જનરલ રવિ ગાંધીએ શનિવારે 4,096 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષાની સમીક્ષા કરવા માટે એક ઓપરેશનલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી હતી. બાંગ્લાદેશમાં વર્તમાન અશાંતિ વચ્ચે આગામી 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતમાં ઘૂસણખોરી કરતી વખતે 11 બાંગ્લાદેશી નાગરિકોને સરહદ પર પકડવામાં આવ્યા છે. બે-બેને પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા સરહદેથી જ્યારે સાતને મેઘાલય સરહદેથી પકડવામાં આવ્યા છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker