“બાંગ્લાદેશમાં હિંદુઓનું રક્ષણ નહીં થાય તો રોહિંગ્યા મુસ્લિમોના એ જ હાલ” સાધુ સંતોએ ઉચ્ચારી ચીમકી
અયોધ્યા: બાંગ્લાદેશમાં હિન્દુ મઠ-મંદિરોને નુકસાન પહોંચાડવા અને હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં અયોધ્યાના સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. અયોધ્યાના રામ પથ પર લગભગ 2 કિલોમીટર લાંબી પદયાત્રા કાઢીને હિંદુઓને જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો હિંદુઓ પરના અત્યાચાર બંધ નહીં થાય તો રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં રહેવા નહીં દઈએ.
બાવન મંદિરના પૂજારીએ કહ્યું કે બાંગ્લાદેશમાં અમારા મંદિરો તોડી પાડવામાં આવી રહ્યા છે અને અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. તેને હવે અમે સહન નહીં કરીએ. જો તેઓ અમારા હિંદુઓને મારી નાખશે તો અમે પણ આ રોહિંગ્યા મુસ્લિમોને મારીશું અને તેમને ભગાડશું. તેમણે કહ્યું કે હવે ઓમ શાંતિનો નહીં પણ ઓમ ક્રાંતિનો સમય આવી ગયો છે, જો તેઓ બદલાની ભાવના સાથે જીવશે તો અમે પણ તેમની સાથે એ જ કરીશું. હવે કોઇ જ અપીલ નહિ થાય યુદ્ધ જ થશે અને મહાભીષણ જ હશે.
અયોધ્યા હનુમાન ગઢીના મહંત રાજુ દાસે કહ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં અયોધ્યાના સંતોએ રેલી કાઢી છે. જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થઈ રહી છે, બહેન-દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી છે, મઠો અને મંદિરો તોડવામાં આવી રહ્યા છે. તે સહન થઈ શકે નહિ. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશીઓએ ભાનમાં આવો નહિતર અમે ભારતમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સાથે આવું જ વર્તન કરીશું. આ બાબતે દિગંબર અખાડા, નિર્મોહી અખાડા અને નિવારી અખાડા ત્રણેય એક સાથે છે.
આ પણ વાંચો : અયોધ્યા બળાત્કાર કેસ: આખરે પીડિતાની સારવાર માટે સરકારે કરી વ્યવસ્થા
તેમણે દેશના સાધુ-સંતોને પણ અપીલ કરી છે કે બધા લોકો રસ્તા પર આવીને બાંગ્લાદેશીઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ. જે રીતે ત્યાં હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે, તેવી જ રીતે રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં રહેવા દેવામાં આવશે નહીં.