રહસ્યમય બીમારીનું સંક્રમણ વધ્યુંઃ ભારતે સરકારે સરકારી હોસ્પિટલ્સને કરી આ અપીલ
નવી દિલ્હીઃ ચીનમાં ફેલાઈ રહેલી રહસ્યમય બીમારી અંગે ભારત સરકારે વિવિધ રાજ્યની સરકારી હોસ્પિટલ્સને વધુ સતર્ક રહેવાનો અનુરોધ કર્યો છે. ચીનના લોકોને મોકોપ્લાઝ્મા ન્યુમોનિયા ઈન્ફ્લુએન્ઝા ફ્લુના સંક્રમણના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ચીન પાસેથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) માહિતી પણ માગી છે, ત્યારે ભારત સરકારે પણ તેના સંબંધમાં સતર્ક રહેવાની આરોગ્ય સંસ્થાઓને અપીલ કરી છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારે સંપૂર્ણ રીતે આરોગ્ય સંસ્થાઓને એલર્ટ રહેવાનો પણ અનુરોધ કર્યો છે.
કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર સરકારવતીથી તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને સરકારી-ખાનગી હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરવાનો સખત અનુરોધ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રાલય વતીથી સરકારી હોસ્પિટલને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સંબંધિત સર્વિસનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે એની સાથે ઈન્ફ્લુએન્ઝા અને શિયાળામાં ઠંડીને કારણે પણ વધુ સાવધાની રાખવાનો અનુરોધ કર્યો છે.
હેલ્થ મિનિસ્ટ્રીએ પણ રાજ્યોની તેની હોસ્પિટલમાં આવશ્યકતા અનુસાર બેડ્સની ઉપલબ્ધતા માટે દવાઓ અને રસીની સાથે સાથે ઓક્સિજન, એન્ટિ બાયોટિક્સ, પીપીઈ કિટસ વગેરેની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે.
આ અગાઉ સરકારે પણ મંત્રાલયે કહ્યું હતું કે રહસ્યમયી ન્યુમોનિયાનું ભારતને ઓછું જોખમ છે, પરંતુ ભારત સરકાર આ મુદ્દે તમામ પ્રકારની તાકીદ યા ઈમર્જન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. બાળકો અને સગીરવયના બાળકોમાં ઈન્ફલુએન્ઝા જેવી બીમારી અને શ્વાસોશ્વાસ જેવી ગંભીર બીમારી અંગે તમામ બાબતોમાં તપાસ કરવાનું જરુરી છે. કેન્દ્ર સરકારના લેખિત પત્રમાં ગળામાં સ્વેબના નમૂનાનું પરીક્ષણ કરવાનો પણ અનુરોધ કર્યો હતો.
ચીનમાં રહસ્યમયી બીમારીના વધતા સંક્રમણને કારણે ચીનના ઉત્તરી હિસ્સામાં શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તાવના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જ્યારે રાઈનોવાઈરસ, માઈકો્લાઝમા ન્યુમોનિયા અને રેસ્પિરેટરી સિંકાઈટિયલ વાઈરસનું પણ સંક્રમણ વધી રહ્યું છે.