પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર, ભારત ચૂપ નહીં, જાણો શું કહ્યું સરકારે?

નવી દિલ્હી: ભારતનાં પાડોશી દેશોમાં લઘુમતી પર હુમલાની સ્થિતિ અંગે ભારતમાં સતત તેનો વિરોધ થતો આવ્યો છે. પડોશી દેશોમાં લઘુમતીઓ પર હુમલાનો મુદ્દો સંસદમાં ચર્ચાયો હતો. શાહજહાંપુરથી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ અરુણ કુમાર સાગરે આ અંગે પ્રશ્ન કર્યો હતો.
BJP સાંસદે પૂછ્યો હતો પ્રશ્ન
પ્રાપ્ત વિગતો અનુસાર શાહજહાંપુરથી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ અરુણ કુમાર સાગરે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો પર જઘન્ય અપરાધોની વિગતો છે કે અને પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોને સુરક્ષા પ્રદાન કરવા અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે સ્તર પર કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે આવવાના છે તે અંગે પ્રશ્ન કર્યો હતો.
આપણ વાંચો: Parliament Friday Highlights: અદાલતોમાં 5 કરોડથી વધુ કેસો પેન્ડીંગ, વાંચો સંસદમાં શું ચર્ચા થઇ
ભારતને નિયમિત મળે છે અહેવાલો
આ પ્રશ્નનાં ઉત્તરમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે, “ભારત સરકારને પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો પર થતા અત્યાચારોના અહેવાલો નિયમિતપણે મળે છે, જેમાં ધમકીઓ, ઉત્પીડન, હત્યાઓ, અપહરણ, બળજબરીથી ધર્માંતરણ અને બળજબરીથી લગ્ન જેવી વિવિધ ઘટનાઓનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: સંસદમાં શિવસેનાનાં સાંસદે કર્યા નીતિન ગડકરીનાં વખાણ; અધ્યક્ષે પણ આપ્યો સાથ
પાકિસ્તાન સરકારની જવાબદારી
આગળ તેમણે કહ્યું હતું કે, “પાકિસ્તાન સરકારની જવાબદારી છે કે તે તેના નાગરિકો પ્રત્યેની બંધારણીય જવાબદારીઓનું પાલન કરે, જેમાં લઘુમતી સમુદાયોના લોકોનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચારના અહેવાલોના આધારે, ભારત સરકારે સમયાંતરે પાકિસ્તાન સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને તેને તેના દેશમાં લઘુમતી સમુદાયોની સલામતી, સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા અને જાળવવા માટે પગલાં લેવા જણાવ્યું છે.
UNમાં પણ ઉઠાવ્યો મુદ્દો
ભારતે પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ અને તેમના માનવાધિકારોના ઉલ્લંઘનનો મુદ્દો અનેક વખત ઉઠાવ્યો છે, જેમાં જીનીવા સ્થિત યુએન માનવાધિકાર પરિષદની બેઠકનો પણ સમાવેશ થાય છે.