જાણો .. ભારતે 23 મિનિટ સુધી પાકિસ્તાનમાં ચીનની એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી ઓપરેશન સિંદૂર પૂર્ણ કર્યું

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનમાં આતંકી કેમ્પોને તોડી પાડીને દુનિયાને ભારતની લશ્કરી તાકાત દેખાડી હતી. ભારતે પાકિસ્તાન અને પીઓકેના 9 સ્થળોએ હવાઇ હુમલા કર્યા હતા. જોકે, આ હુમલા દરમિયાન મહત્વની બાબત એ હતી કે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂરની 23 મિનિટ દરમ્યાન ચીની બનાવટની એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી દીધી હતી.
ભારતીય સેનાએ 23 મિનિટના ઓપરેશન સમેટી લીધું
ભારતીય સેનાને ઓપરેશન સિંદૂર દરમિયાન સૌ પ્રથમ ચીની બનાવટની એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી દીધી હતી. તેની બાદ એક પછી એક ટાર્ગેટ હિટ કરીને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. તેમજ પાકિસ્તાન સેના કશું સમજે એ પૂર્વે તો ભારતીય સેનાએ ઓપરેશન સમેટી લીધું હતું.
આત્મઘાતી ડ્રોનનો અસરકારક રીતે ઉપયોગ
આ ઉપરાંત ઓપરેશન સિંદૂર હેઠળ નૂર ખાન અને રહીમ યાર ખાન જેવા મુખ્ય પાકિસ્તાની એરબેઝને નિશાન બનાવ્યા અને “લોઇટરિંગ મ્યુનિશન” એટલે કે આત્મઘાતી ડ્રોનનો અસરકારક રીતે ઉપયોગ કરીને દુશ્મનના રડાર, મિસાઇલ સિસ્ટમ અને હાઇ -વેલ્યૂ ટાર્ગેટને નષ્ટ કર્યા. લોઇટરિંગ મ્યુનિશન એવા ડ્રોન છે જે નિર્ધારિત ટાર્ગેટની આસપાસ ચક્કર લગાવીને ટાર્ગેટને શોધે છે અને પછી તેને નષ્ટ કરે છે.
ભારતીય સેનાએ અત્યાધુનિક શસ્ત્રોનો નિષ્ક્રિય કર્યા
સરકારે કહ્યું કે ઓપરેશન સિંદૂર દુશ્મનની અદ્યતન ટેકનોલોજીને તોડી પાડવાના નક્કર પુરાવા પૂરા પાડે છે. જેમાં ચીનની PL-15 મિસાઇલો, તુર્કીની UAV ‘Yiha’ અથવા ‘Yihaw’, લાંબા અંતરના રોકેટ, ક્વાડકોપ્ટર અને કોમર્શિયલ ડ્રોનનો સમાવેશ થાય છે. પાકિસ્તાન દ્વારા અત્યાધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરવા છતાં, ભારતની સ્વદેશી હવાઈ સંરક્ષણ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓએ તેને નિષ્ક્રિય કર્યા તે ભારતની તકનીકી શ્રેષ્ઠતાનો પુરાવો છે.
પાકિસ્તાન તરફથી પણ હુમલાની પણ આશંકા હતી
ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન તરફથી પણ હુમલાની પણ આશંકા હતી. જેની બાદ ભારતીય સેનાએ દેશની સરહદોને પણ એર ડિફેન્સ સિસ્ટમથી સુરક્ષિત કરવાની હતી. જેના પગલે ભારતીય સેનાએ કાઉન્ટર ડ્રોન અને મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી હતી.
લશ્કરી છાવણીઓ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો
જ્યારે 7-8 મેની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલો દ્વારા ભારતના ઉત્તર અને પશ્ચિમ ક્ષેત્રમાં અનેક લશ્કરી છાવણીઓ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, લુધિયાણા, ભૂજ, આદમપુર સહિત અનેક ભારતીય લશ્કરી છાવણીઓ પર ડ્રોન અને મિસાઇલો છોડીને બદલો લીધો. પરંતુ ભારતીય ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રીડ દ્વારા તે બધા હુમલા નિષ્ફળ બનાવ્યા હતા.
વિવિધ સંરક્ષણ સ્તરો બનાવવામાં આવ્યા હતા
ભારત સરકારે કહ્યું હતું કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની ચીની એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ક્રિય કરીને 23 મિનિટમાં મિશન પૂર્ણ કર્યું. જે ભારતની તકનીકી શ્રેષ્ઠતા દર્શાવે છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી લઈને દેશના અંતરિયાળ વિસ્તારો સુધી વિવિધ સંરક્ષણ સ્તરો બનાવવામાં આવ્યા હતા. જેમાં (1) કાઉન્ટર-અનમેનન્ડ એરિયલ સિસ્ટમ્સ (UAS)(2) શોલ્ડર ફાયર વેપન (3) જૂની એર ડિફેન્સ સિસ્ટમ (4 ) આધુનિક હવાઈ સંરક્ષણ શસ્ત્ર પ્રણાલીઓ
ઇન્ટીગ્રેટેડ એર ડિફેન્સ સિસ્ટમ કસોટી પર ખરી ઉતરી
આ સરકારના જણાવ્યા અનુસાર, જ્યારે પાકિસ્તાન વાયુસેનાએ 9-10 મેની રાત્રે ભારતીય એરફિલ્ડ્સ અને લોજિસ્ટિક્સ બેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ ઇન્ટીગ્રેટેડ એર ડિફેન્સ સિસ્ટમે તેમના પ્રયાસને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો.
આ પણ વાંચો….આતંકવાદી મસૂદ અઝહરના સંબંધીઓને પાકિસ્તાન ચૂકવશે 14 કરોડનું વળતર