Bangladesh Protests: બાંગ્લાદેશથી 499 ભારતીય વિદ્યાર્થી પરત ફર્યા | મુંબઈ સમાચાર

Bangladesh Protests: બાંગ્લાદેશથી 499 ભારતીય વિદ્યાર્થી પરત ફર્યા

ગુવાહાટી/અગરતલાઃ પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હિંસક વિરોધને જોતા આસામના લગભગ 120 વિદ્યાર્થીઓ અને ત્રિપુરાના 379 વિદ્યાર્થીઓ કુલ મળીને 499 જેટલા વિદ્યાર્થી ભારત પરત ભર્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આસામના અધિક મુખ્ય સચિવ (ગૃહ) અજય તિવારીએ જણાવ્યું હતું કે આસામના વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં કરીમગંજ જિલ્લાના સુતારકંડી અને મેઘાલયના દાવકીમાં સંકલિત ચેક પોસ્ટના રસ્તે ભારતમાં પ્રવેશ્યા છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિંસામાં Godhraના 20 વિદ્યાર્થીઓ અટવાયા, સલામત પરત લાવવા માગ

તેમણે કહ્યું હતું કે “પૂર્વોત્તરમાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો આસામ, મેઘાલય અને ત્રિપુરામાં ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ્સ (આઇસીપી) દ્વારા ભારતમાં પ્રવેશી રહ્યા છે. શનિવાર રાત સુધી આસામના 76 વિદ્યાર્થી દાવકીથી અને 41 વિદ્યાર્થીએ સુતારકંડીથી ભારતમાં પ્રવેશ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે બરાક ખીણમાંથી વિદ્યાર્થીઓ મોટાભાગે સુતારકંડી થઈને આવે છે, જ્યારે બ્રહ્મપુત્રા ખીણમાંથી વિદ્યાર્થીઓ દાવકી થઈને આવે છે.

તિવારીએ જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં વધુ વિદ્યાર્થીઓ આવવાની અપેક્ષા છે અને આસામ સરકારે ભારતમાં તેમના પ્રવેશને સરળ બનાવવા માટે સુતારકંડી ખાતે મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારી તહેનાત કર્યા છે.

બીજી તરફ સીમા સુરક્ષા દળના એક અધિકારીએ જણાવ્યું કે, “છેલ્લા 48 કલાકમાં હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાંથી ત્રિપુરાના કુલ 379 વિદ્યાર્થીઓ શ્રીમંતપુર અને અખૌરા ચેકપોસ્ટ દ્વારા ભારતમાં પ્રવેશ્યા છે.

Back to top button