ટોપ ન્યૂઝનેશનલ

રેલવેએ પ્રવાસીઓની સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય: ટ્રેનના કોચ અને એન્જિનમાં બેસાડાશે CCTV કેમેરા…

નવી દિલ્હી: ભારતીય રેલવેએ યાત્રીઓની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લઈ રહી છે. હવે દેશભરના તમામ પેસેન્જર કોચ અને લોકોમોટિવમાં અદ્યતન સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ નિર્ણય કેટલાક કોચમાં સફળ પરીક્ષણ બાદ લેવાયો છે. આ પગલું યાત્રીઓને શરારતી અસામાજિક તત્વોથી બચાવવા માટે લેવામાં આવ્યો છે, જે રેલવેની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.

સીસીટીવી નિગરાનીની યોજના
કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે દેશના 74,000 કોચ અને 15,000 લોકોમોટિવમાં સીસીટીવી કેમેરા લગાવવાની મંજૂરી આપી છે. દરેક કોચમાં ચાર ડોમ કેમેરા, દરેક પ્રવેશદ્વાર પર બે કેમેરા અને દરેક લોકોમોટિવમાં છ કેમેરા લગાવાશે. લોકોમોટિવની આગળ, પાછળ અને બંને બાજુએ એક-એક કેમેરા હશે, જ્યારે લોકોના કેબમાં એક ડોમ કેમેરો અને બે ડેસ્ક માઉન્ટેડ માઇક્રોફોન હશે.

અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ
સીસીટીવી કેમેરા નવીનતમ ધોરણોને અનુરૂપ અને STQC પ્રમાણિત હશે. મંત્રીએ શ્રેષ્ઠ ગુણવત્તાવાળા સાધનોનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે, જેથી 100 કિમી/કલાકથી વધુ ઝડપે દોડતી ટ્રેનો અને ઓછી રોશનીમાં પણ ઉચ્ચ ગુણવત્તાની ફૂટેજ મળી શકે. આ ઉપરાંત, ઇન્ડિયા AI મિશનના સહયોગથી આ ફૂટેજનું AI આધારિત વિશ્લેષણ કરવાની શક્યતાઓ પણ શોધાશે.

યાત્રીઓની ગોપનીયતાનું ધ્યાન
રેલવે દ્વારા સીસીટીવી કેમેરા ફક્ત સામાન્ય વિસ્તારો, જેમ કે પ્રવેશદ્વારોની નજીક લગાવવામાં આવશે, જેથી યાત્રીઓની ગોપનીયતા જળવાઈ રહે. આ કેમેરાનો ઉદ્દેશ ફક્ત સુરક્ષા વધારવાનો છે, નહીં કે યાત્રીઓની વ્યક્તિગત પ્રવૃત્તિઓ પર નજર રાખવાનો. 12 જુલાઈએ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટૂએ રેલવે બોર્ડ સાથે બેઠકમાં આ પ્રોજેક્ટની સમીક્ષા કરી અને તેને ઝડપથી અમલમાં મૂકવા સૂચનો આપ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button