નેશનલ

ભારતીય પાસપોર્ટ બન્યો વધુ શક્તિશાળી, જાણો હવે કેટલા દેશોમાં મળશે વિઝા-ફ્રી એન્ટ્રી?

નવી દિલ્હીઃ વિશ્વમાં જેટલા દેશો આવેલા છે તેમાં કયાં દેશનો પાસપોર્ટ કેટલો મજબૂત છે તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ Henley Passport Index 2026 અનુસાર ભારતીય પાસપોર્ટની તાકાત વધી છે. એટલું જ નહીં, પરંતુ આ વર્ષે પણ એશિયાના દેશોના પાસપોર્ટની તાકાત વધી છે.

વિગતે જોઈએ તો સિંગાપુરનો પાસપોર્ટ દુનિયામાં સૌથી વધારે શક્તિશાળી છે. સિંગાપુરના નાગરિકો 192 દેશમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે. આ યાદીમાં જાપાન અને ઉત્તર કોરિયા બીજા નંબરે આવે છે, ત્યાર બાદ 188 દેશો સાથે યુએઈ પાંચમા સ્થાને આવે છે.

આપણ વાચો: નવા વર્ષ પહેલા ભારતીય પાસપોર્ટ નબળો પડ્યો! હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સના રિપોર્ટમાં ખુલાસો…

55 દેશમાં વિઝા વિના કરશે પ્રવાસ

ભારતની વાત કરવામાં આવે ભારત 5 ક્રમ ઉપર ચડીને 80મા ક્રમે પહોંચી ગયો છે, જ્યાં આલ્જીરિયા સાથે સમાન સ્થાન હવે ભારતીય નાગરિકો 55 દેશોમાં વિઝા-ફ્રી, વીઝા ઑન અરાઈવલ દ્વારા પ્રવાસ કરી શકે છે. 2025માં ભારત 85મા સ્થાને હતું. જેમાં સુધારો આવ્યો છે.

આ સુધારાથી ભારતીયોને એશિયા, આફ્રિકા, ઓશનિયા, કેરેબિયન અને મધ્ય પૂર્વમાં સરળતા મળશે. વિઝા-ફ્રી દેશોમાં થાઈલેન્ડ, મલેશિયા, મોરિશસ, નેપાળ, બાર્બાડોસ, ફિજી, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેડાઈન્ઝનો સમાવેશ થાય છે. જ્યારે વીઝા ઑન અરાઈવલ/ ETAમાં ઇન્ડોનેશિયા, માલદીવ, શ્રીલંકા, કેન્યા, જોર્ડન, ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે.

આપણ વાચો: ચીન પર અરુણાચલની ભારતીય મહિલાને ટોર્ચર કરવાનો આરોપ, ભારતીય પાસપોર્ટ માન્ય રાખવાનો ઇનકાર…

ટોપ 10માં કયાં દેશોનો સમાવેશ?

Henley Passport Index 2026 પ્રમાણે ટોપ 10માં સિંગાપુર, જાપાન, ઉત્તર કોરિયા, ડેનમાર્ક, લક્ઝમબર્ગ, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, ઑસ્ટ્રિયા, બેલ્જિયમ અને ફિનલેન્ડનું નામ આવે છે. આ સાથે ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, આયર્લેન્ડ, ઇટાલી, નેધરલેન્ડ્સ, નોર્વે, હંગેરી, પોર્ટુગલ, સ્લોવાકિયા, સ્લોવેનિયા પણ Henley Passport Indexમાં ટોપ પરના દેશો છે.

ભારતીય પ્રવાસીઓને લાભ

મૂળ વાત એ છે કે, આ અહેવાલ પરથી એવું સ્પષ્ટ થાય છે કે ભારતના પાસપોર્ટની મજબૂતાઈ ધીમે ધીમે વધી રહી છે અને ભવિષ્યમાં ભારતીયો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળ બની શકે છે.

85મા રેન્ક પરથી ભારત 80મા ક્રમે આવ્યું છે. આ રિપોર્ટ પ્રમાણે આગામી સમયમાં ભારતીય નાગિરકો માટે વેપાર, પર્યટન અને શિક્ષણ માટે લાભદાયી થઈ શકે છે. આ સાથે ભારતીય નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસ વધુ સરળ બની શકે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button