ટોપ ન્યૂઝનેશનલ

ભારતીય નેવી હાઈ એલર્ટ પર

ચીન-પાકિસ્તાનની સંયુક્ત લશ્કરી કવાયત પર ભારતની નજર

ભારતથી થોડાક કિલોમીટર દૂર ચીન અને પાકિસ્તાનની લશ્કરી કવાયત ભારતીય એજન્સીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. ચીન અને પાકિસ્તાન ટૂંક સમયમાં જ સંયુક્ત નૌકાદળ કવાયત યોજવા જઇ રહ્યા છે. બંને દેશોનું માનવું છે કે આવી કવાયતની મદદથી દેશની સરહદોની સુરક્ષા કરવાની તેમની ક્ષમતા વધુ મજબૂત થશે. ચીન-પાકિસ્તાનની સંયુક્ત લશ્કરી કવાયત સામે ભારતીય નેવી પણ સંપૂર્ણપણે સતર્ક છે અને આ કવાયત પર નજર રાખી રહી છે. ભારતીય નૌકાદળ પાકિસ્તાનમાં આયોજિત સંયુક્ત લશ્કરી કવાયતમાં ભાગ લેવા માટે આવી રહેલી ચીનની સબમરિનો અને ખાસ કરીને ચીનના જહાજો પર નજર રાખી રહી છે. સરકારી સૂત્રોએ બુધવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે નેવી ચીની જહાજોની અવરજવર પર ખાસ ધ્યાન આપી રહી છે.

ચીનના જહાજો મલક્કા સ્ટ્રેટ દ્વારા હિંદ મહાસાગરમાં પ્રવેશ્યા અને ત્યારથી તેઓ ભારતના રડાર પર છે. કરાચીમાં ચીનની સબમરીન સૌથી મોટો પડકાર છે કારણ કે આ શહેર મુંબઈની ખૂબ નજીક છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ચીન અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય અભ્યાસ ત્યારે જ શરૂ કરવામાં આવે છે જ્યારે તેઓ કોઈ પ્રકારના મોરચાના યુદ્ધની તૈયારી કરવાનું વિચારે છે. એ પણ જગજાહેર છે કે પાકિસ્તાન અને ચીન માત્ર એક જ દેશને પોતાનો દુશ્મન માને છે અને તે ભારત સિવાય બીજું કોઈ નથી. તેઓ ઘણીવાર ભારતની સરહદે આવેલા વિસ્તારોમાં સૈન્ય કવાયત કરતા જોવા મળે છે. બંને દેશોની સરહદો પણ ભારત સાથે મળે છે, જેના પર ઘણીવાર તણાવની સ્થિતિ રહે છે.

પાકિસ્તાન અને ચીનનું નૌકાદળ અત્યાર સુધીનો સૌથી મોટો નૌકાદળ કવાયત ચલાવી રહી છે. આ કવાયતને સી ગાર્ડિયન-3 નામ આપવામાં આવ્યું છે. આ કવાયત દરમિયાન બંને દેશોની નૌકાદળ લાઈવ ફાયર ડ્રીલ કરશે, જેનો હેતુ તેમની દરિયાઈ શક્તિ બતાવવાનો છે. ચીનનું નૌકાદળ હિંદ મહાસાગરમાં સતત પોતાની તાકાત વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ જ કારણ છે કે એક યા બીજા બહાને ચીનની નૌકાદળ હિંદ મહાસાગરમાં જાસૂસી કરવાનો પ્રયાસ કરે છે. ગયા વર્ષે પણ હિંદ મહાસાગરમાં ચીનના સર્વેલન્સ અને ઓશનોગ્રાફિક સર્વે જહાજોની હાજરી મળી આવી હતી. તાજેતરમાં, સંશોધનના નામે શ્રીલંકાના કોલંબોમાં ચીનનું એક સર્વેલન્સ જહાજ ડોક કરવામાં આવ્યું હતું.
ચીન અને પાકિસ્તાનનું નૌકાદળ અરબી સમુદ્રમાં કરાચી કિનારે યુદ્ધાભ્યાસ કરી રહી છે. જો કે, એવી આશંકા છે કે ચીની નૌકાદળ આ દાવપેચ દ્વારા હિંદ મહાસાગરના વિશાળ ભાગનું સર્વેક્ષણ કરી શકે છે જેથી ચીનની સબમરીન હિંદ મહાસાગરમાં નેવિગેટ કરી શકે. ચીન હિંદ મહાસાગરમાં પાણીની અંદર નેવિગેટ કરવા માટે નકશા બનાવવા માટે ડેટા એકત્ર કરી રહ્યું છે અને ભારતીય નૌકાદળની આના પર નજર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…