
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝા મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે ભારતના વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (Ministry spokesperson Randhir Jaiswal) આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, યુએસ H-1B વિઝા ફીમાં પ્રસ્તાવિત વધારાથી પરિવારો માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. સરકાર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે અને આશા છે કે આ મામલો ઉકેલાઈ જશે.
ટ્રમ્પના H-1B વિઝાની ભારત પર કેવી અસર થશે?
‘ભારત સરકાર અત્યારે અમેરિકાના H1B વિઝા પ્રોગ્રામ પર પ્રસ્તાવિત પ્રતિબંધો અંગેના અહેવાલો જોયા છે. આ નિર્ણયના કારણે ભારત પર કેવી અસર પડશે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલે સંબધિત ક્ષેત્ર દ્વારા અધ્યયન કરવામાં આવી રહ્યું છે. આ ક્ષેત્રમાં ભારતીય ઉદ્યોગો પણ સામેલ છે’ તેવું ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે. આ સમગ્ર મામલે તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે.
રણધીર જયસ્વાલે H-1B વિઝા અંગે ખુલાસો કર્યો
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું કે, ‘યુએસ H-1B વિઝા ફીમાં પ્રસ્તાવિત વધારાથી સંબંધિત પરિવારોને નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે’.
અમેરિકાએ પહેલા ટેરિફ અને હવે H-1B વિઝાની ફટકાર લગાવી છે. અમેરિકા ભારતને પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે ટાર્ગેટ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણે કે, H-1B વિઝાની સૌથી વધારે અસર ભારતને જ થવાની છે.

H1B વિઝા અરજદારો પર 88 લાખ રૂપિયા ફીની જાહેરાત
H-1B વિઝાના નિર્ણયના કારણે અત્યારે ભારત-અમેરિકાની ફ્લાઇટની ટિકિટના ભાવ પણ આસમાને પહોંચી ગયાં છે. મૂળવાત એ છે કે, આના કારણે ભારતીયો હેરાન થઈ રહ્યાં છે.
હવે ભારત સરકાર દ્વારા આનો કેવી રીતે જવાબ આપવામાં આવે છે તે જોવાનું રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝા અરજદારો પર એક લાખ ડોલર એટલે કે અંદાજે 88 લાખ રૂપિયા ફી લાદવાની જાહેરાત કરી છે. જેના કારણે ચર્ચાનો દોર શરૂ થયો છે.
આ પણ વાંચો…ડોલાન્ડ ટ્રમ્પના H-1B વિઝા નિર્ણય બાદ ફ્લાઇટ ભાડામાં ધરખમ વધારો, વાંચો અહેવાલ