ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો; આ યુટ્યુબર્સને ફટકો

નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારત સરકાર વિવિધ રીતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયની ભલામણ પર ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ (Ban on YouTube Channels) મૂક્યો છે.
અહેવાલ મુજબ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ભારત સરકાર, ઇન્ડિયન આર્મી અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સેન્સેટીવ કન્ટેન્ટ, ખોટી અને ભ્રામક સ્ટોરીઝ અને ફેક ન્યુઝ ફેલાવવા બદલ આ યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ચેનલો પર પ્રતિબંધ:
પાકિસ્તાનની ન્યુઝ ચેનલ ડોન ન્યૂઝ, સમા ટીવી, આર્ય ન્યૂઝ, જીઓ ન્યૂઝની યુટ્યુબ ચેનલો ભારતમાં બેન કરવામાં આવી છે. ભારતમાં શોએબ અખ્તર, આરઝૂ કાઝમી અને સૈયદ મુઝમ્મિલ શાહ જેવા પાકિસ્તાની યુટ્યુબર્સના વિડીયો પણ જોવા નહીં મળે. બેન કરવામાં આવેલી ચેનલોના કુલ 63 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.
ભારત સરકારે બેન કરેલી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો સર્ચ કરતા એક પેજ દેખાય છે જેમાં લખેલું છે, “રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ કન્ટેન્ટ હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી”
જમ્મુ અને કાશ્મીરના લોકપ્રિય પર્યટન શહેર પહેલગામ નજીક બૈસરન મેદાનમાં થયો હતો. 2019 ના પુલવામા હુમલા પછી દેશમાં થયેલો આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો. પહેલગામમાં થયેલા હુમલા બાદ આતંકવાદીઓને ઠાર કરવા માટે ભારતીય સેના પણ હાઇ એલર્ટ પર છે, અનેક સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
આપણ વાંચો…પાકિસ્તાન સામે કાર્યવાહીની તૈયારીઓ; સંરક્ષણ પ્રધાન અને CDS વચ્ચે બેઠક, BSF ચીફ ગૃહ મંત્રાલય પહોંચ્યા