Top Newsનેશનલ

દુબઈ એરશો વખતે ભારતનું ફાઈટર પ્લેન ‘તેજસ’ ક્રેશઃ પાઈલટે જીવ ગુમાવ્યો

દુબઈ: આજે દુબઈ ખાતે એર શો યોજાયો હતો, જ્યાં ભારતીય ફાઈટર જેટે પણ ભાગ લીધો હતો, પરંતુ ભારતીય હવાઈ દળ માટે એ કમનસીબ સાબિત થયો છે. આજના એર શો વખતે ભારતનું ફાઈટર પ્લેન તેજસ ક્રેશ થઈ ગયું છે. ક્રેશ થવાનું નક્કર કારણ જાણવા મળ્યું નથી, પરંતુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે આ અકસ્માતમાં પાઈલટે જીવ ગુમાવ્યો છે.

લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ ક્રેશ

મળતી માહિતી મુજબ ભારતીય બનાવટનું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) HAL તેજસ સ્થાનિક સમય મુજબ આજે બપોરે 2:10 વાગ્યે ક્રેશ થયું હતું. વિમાન હવામાં ટર્ન (Maneuvers) લઈ રહ્યું હતું ત્યારે તેને અચાનક કાબૂ ગુમાવ્યો હતો, પરિણામે થોડીક સેકન્ડમાં તેજસ નીચેની તરફ ઢળ્યું હતું અને સીધું જમીન પર અથડાયું હતું..

આપણ વાચો: અમદાવાદનો ‘સૂર્યકિરણ’ એર શો છેલ્લી ઘડીએ રદ: શહેરીજનોમાં નિરાશા

તેજસ એરક્રાફ્ટના જમીન પર અથડાવવાને કારણે એક મોટો વિસ્ફોટ થયો હતો અને અલ મક્તોમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (Al Maktoum International Airport) ઉપર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જ્યારે આ અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો હતો.

આ દુર્ઘટનામાં પાઈલટને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં તેનું મોત થયું છે. એર ફોર્સના અધિકારીએ કહ્યું કે દુબઈ એરશો વખતે ઈન્ડિયન એરફોર્સનું એલએસજી તેજસ વિમાન ક્રેશ થયું છે.

અકસ્માત સંદર્ભેની માહિતી એકત્ર કરવામાં આવી છે. એર શો વખતે તેજસ ફાઈટર વિમાન એરોબેટિક ડિસ્પ્લે વખતે અચાનક ક્રેશ થયું હતું. અહીં એ જણાવવાનું કે આ વર્ષે 17થી 21 નવેમ્બરના ડીડબલ્યુસી દુબઈ એરશોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી ગણાતા આ એર શોના કાર્યક્રમમાં થયેલા આ અકસ્માતને કારણે સલામતીના ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. દુર્ઘટનાને લઈને ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સાથોસાથ એવિએશન અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button