નેશનલ

ભારતીય સેનાને મળ્યા બે નવા ઘાતક હથિયારો, હવે રાતે ઓપરેશન બંધ નહીં થાય…..

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સહિત ઘણા સરહદી વિસ્તારોમાં આતંકવાદી હુમલાઓ થતા હોય છે ત્યારે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોય પરંતુ સાંજ ઢળતા જ આતંકવાદીઓને શોધવાનું સર્ચ ઓપરેશન બંધ કરવું પડતું હોય છે કારણકે રાતના સમયે દેખાતું નથી.

ત્યારે હવે અંધારાના કારણે આતંકવાદીઓ પરના સર્ચ ઓપરેશન કે પછી આતંકવાદીઓ પરના જવાબી હુમલાઓ હવે રોકવામાં નહી આવે. આવા પડકારોને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ પોતાના માટે બે નવા ઘાતક હથિયારો તૈયાર કર્યા છે. આ બે ઘાતક હથિયારોની મદદથી ભારતીય સેના હવે રાતના સમયે પણ કોઈપણ અડચણ વગર પોતાનું ઓપરેશન પાર પાડી શકશે. આ બંને હથિયારો આવ્યા પછી, ભારતીય યોદ્ધાઓને હવે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં પોતાનો જીવ જોખમમાં લેવાની જરૂર રહેશે નહીં.

બે ઘાતક શસ્ત્રો તેમાંનું પહેલું છે TIRILL એટલે કે ટેક્ટિકલ ઇન્ફ્રારેડ ઇલ્યુમિનેશન. TIRILL એ બે ઉપકરણોનો સમૂહ છે. પ્રથમ ઉપકરણ એક ખાસ પ્રકારનો પ્રકાશ ઉત્પન્ન કરે છે, આ પ્રકાશ સામાન્ય આંખોથી જોઈ શકાતો નથી. TIRILLનું બીજું ઉપકરણ એક ખાસ પ્રકારનું ટેલિસ્કોપ છે, જે પ્રથમ ઉપકરણ દ્વારા પેદા થતા પ્રકાશને જોવામાં મદદ કરે છે.

ભારતીય સેના પહેલા હેન્ડ ગ્રેનેડ જેવા ઓપરેશન એરિયામાં પહેલું ઉપકરણ ફેંકશે. જમીન પર પડતાની સાથે જ આ ઉપકરણ રિમોટ દ્વારા ચાલુ થઈ જશે. ઉપકરણ ચાલુ થતાંની સાથે જ વિસ્તારમાં એક ખાસ પ્રકારની લાઇટ જનરેટ થશે. TIRILLના બીજા ઉપકરણની મદદથી ભારતીય સેનાના જવાનો દુશ્મનના સ્થાન, સ્થિતિ અને ગતિવિધિઓનું મૂલ્યાંકન કરી શકશે અને તેમના ઓપરેશન માટે વ્યૂહરચના તૈયાર કરી શકશે.

ભારતીય સેનાના બીજા ઘાતક હથિયારનું નામ મલ્ટીપર્પઝ ઓક્ટોકોપ્ટર છે. મલ્ટીપર્પઝ ઓક્ટોકોપ્ટર એક પ્રકારનું ડ્રોન છે, જેમાં ફક્ત જીપીએસ ટેક્નોલોજી નહિ પરંતુ એકે-47 રાઈફલ અને મલ્ટી ગ્રેનેડ લોન્ચરથી પણ સજ્જ છે. ઓક્ટોકોપ્ટર ખૂબ જ શક્તિશાળી કેમેરાથી પણ સજ્જ છે, જે 14 હજાર ફૂટની ઊંચાઈથી દુશ્મનની જાસૂસી કરી શકે છે.

TIRIL તરફથી દુશ્મનના સ્થાન, સ્થિતિ અને ગતિવિધિઓનું મૂલ્યાંકન કર્યા પછી, ઑક્ટોકોપ્ટરને ઓપરેશન હાથ ધરવા માટે મોકલવામાં આવશે. ઓપરેશન એરિયાથી દૂર બેઠેલી ભારતીય સેના તેના મૂલ્યાંકન મુજબ ઓક્ટોકોપ્ટરને નિર્દેશિત કરશે અને તેમાં સ્થાપિત AK-47 રાઈફલ અને મલ્ટી ગ્રેનેડ લોન્ચર દુશ્મનો પર ગોળીઓ અને ગ્રેનેડનો વરસાવશે. ખાસ બાબત એ છે કે TIRILL અને ઓક્ટોકોપ્ટર બંને ભારતીય સેનાની પોતાની શોધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…