નેશનલ

ટેરિફ વોરઃ ભારત નહીં અમેરિકા આટલી વસ્તુ પર છે નિર્ભર, નવા ટેરિફથી શું થશે અસર?

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત વિશ્વના અનેક દેશો પર રેસિપ્રોક્લ ટેરિફ લાદવાની કરેલી જાહેરાતથી ખળભળાટ મચી ગયો હતો. અમેરિકાએ ભારત પર 26 ટકા ટેરિફ ઝિંક્યો હતો. જોકે અમેરિકાની આયાત થતી ચીજ પર ભારત 52 ટકા ટેક્સ વસૂલ કરે છે. ભારતમાંથી અનેક વસ્તુઓની મોટા પાયે અમેરિકામાં નિકાસ થાય છે.

આપણ વાંચો: અમેરિકાએ ઠોકેલા ટેરિફ બાબતે શું કરશો? રાહુલ ગાંધીએ સરકારને કર્યો સવાલ

નિકાસમાં પાંચ વસ્તુમાં દવાનું સ્થાન મોખરે

અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધ ઘણા મજબૂત છે. બંને દેશો એક ચીજોની આયાત અને નિકાસ કરે છે. એક રિપોર્ટ પ્રમાણે 2023માં અમેરિકાએ ભારતમાંથી 85.5 અબજ ડૉલરની આયાત કરી હતી. 2023માં ભારતમાંથી અમેરિકા નિકાસ થયેલી વસ્તુઓમાં દવાઓ મોખરે હતી. ભારતે 10.4 અબજ ડૉલરની જવા અમેરિકા મોકલી હતી.

આપણ વાંચો: ટ્રમ્પના ટેરિફથી ભારતીય કંપનીઓને થશે ફાયદો, જાણો વિગતવાર

ડાયમંડ અને બ્રોડકાસ્ટિંગ સાધનની માગ

ભારતમાંથી અમેરિકા નિકાસ થયેલી વસ્તુમાં બીજા ક્રમે ડાયમંડ હતા. ભારતે 7.61 અબજ ડૉલરના ડાયમંડ અમેરિકાને મોકલ્યા હતા. ત્રીજા ક્રમે બ્રોડકાસ્ટિંગ ઉપકરણો હતો. 2023માં ભારતે અમેરિકાને 6.81 અબજ ડૉલરના બ્રોડકાસ્ટિંગ ઉપકરણો મોકલ્યા હતા.

પેટ્રોલિયમ અને મોટર વ્હીકલ એસેસરિઝની ડિમાન્ડ

ભારતે 5.15 અબજ ડૉલરની રિફાઈન્ડ પેટ્રોલિયમ વસ્તુની નિકાસ કરી હતી. આ ઉપરાંત ભારતે અમેરિકાને મોટર વ્હીકલ પાર્ટ એસેસરીઝ, હાઉસ લિનન, રબર ટાયર્સ, મેડિકલ ઉપકરણ, ગ્લાલ ફાઇબર, ચોખા સહિત અન્ય વસ્તુઓની પણ નિકાસ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button