શું ભારત અમેરિકાના સંબંધમાં આવશે નવો વણાંક, 100% ટેરિફ ઝીંકવાની આપી ધમકી | મુંબઈ સમાચાર

શું ભારત અમેરિકાના સંબંધમાં આવશે નવો વણાંક, 100% ટેરિફ ઝીંકવાની આપી ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ટેરિફ નીતિથી વૈશ્વિક વેપારમાં નવો ભૂકંપ લાવ્યો છે. તેમના નવા ટેરિફ નિર્ણયથી દુનિયાભરના દેશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભારત સહિત અનેક દેશો પર લાદવામાં આવેલા આ ટેરિફે આર્થિક સંબંધોને નવો વણાંક આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ઘણા વાતાઘાટો બાદ ટ્રમ્પે ભારત પર 25% લાદવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેનાથી ભારતીય નિકાસ પર નોંધપાત્ર અસર થવાની શક્યતા છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ટેરિફ દરો લગભગ નિશ્ચિત છે અને તેમાં ફેરફારની શક્યતા નહિવત્ છે.

અમેરિકાએ ભારત, યુરોપીય સંઘ, બ્રાઝિલ અને અન્ય દેશો પર 10 થી 41 ટકા સુધીના ટેરિફ લાદ્યા છે. વ્હાઇટ હાઉસના આર્થિક સલાહકાર કેવિન હેસેટે જણાવ્યું કે આ ટેરિફ દરો લગભગ નક્કી થઈ ગયા છે અને બજારની નકારાત્મક પ્રતિક્રિયા હોવા છતાં તેમાં મોટા ફેરફારની શક્યતા નથી. ટ્રંપના વરિષ્ઠ વેપાર સલાહકાર જેમિસન ગ્રિયરે પણ આ વાતને ટેકો આપતાં કહ્યું કે આ દરો લગભગ નિશ્ચિત છે અને તેમાં વાટાઘાટનો કોઈ અવકાશ નથી. આ નિર્ણયથી વૈશ્વિક વેપારમાં તણાવ વધવાની શક્યતા છે.

ભારત પર ટેરિફનું કારણ

ભારત પર 25 ટકાનો ટેરિફ લાદવાનું મુખ્ય કારણ અમેરિકા સાથેનું વેપાર ખાધ, ભારતના ઊંચા ટેરિફ, બિન-ટેરિફ અવરોધો અને રશિયા સાથેની ઊર્જા તથા સૈન્ય ખરીદી છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ ટેરિફ ભારતની નિકાસ પર નોંધપાત્ર અસર કરશે. આ ઉપરાંત, અમેરિકાએ રશિયન તેલ અને હથિયારોની ખરીદી પર દંડ લાદવાની ધમકી પણ આપી છે. વ્હાઈટ હાઉસના અધિકારી સૂત્રો પ્રમાણે યુક્રેન સાથે વોરમાં રશિયાના મદદ કરવા માટે 100 ટકા ટેરિફ ઝીંકવાની ધમકી આપી છે. આ નિર્ણય સામે કાનૂની પડકારો શરૂ થઈ ગયા છે અને આ મામલો અમેરિકન સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવાની શક્યતા છે.

અમેરિકાએ બ્રિટન, યુરોપીય સંઘ, દક્ષિણ કોરિયા, જાપાન, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાન સહિતના દેશો સાથે ટેરિફને લગતા કરારોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આ ટેરિફનો હેતુ અમેરિકાના વેપાર ખાધને ઘટાડવાનો છે, પરંતુ તેનાથી વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધી શકે છે. ખાસ કરીને ભારત જેવા દેશો, જે અમેરિકામાં મોટા પાયે નિકાસ કરે છે, તેમના પર આર્થિક દબાણ વધશે. ગ્રિયરના જણાવ્યા અનુસાર, કેટલાક ટેરિફ દરો અગાઉના ગુપ્ત કરારો અથવા વેપાર ખાધના આધારે નક્કી કરવામાં આવ્યા છે.

આ ટેરિફ નીતિની વૈશ્વિક અસર લાંબા ગાળે જોવા મળશે. ભારત અને અન્ય દેશો આ નિર્ણય સામે કાનૂની અને આર્થિક પગલાં લઈ શકે છે. વેપાર નીતિઓમાં આવેલા આ ફેરફારથી આંતરરાષ્ટ્રીય સંબંધો પર પણ અસર પડી શકે છે. ખાસ કરીને, ભારતે રશિયા સાથેના તેના વેપાર અને રાજદ્વારી સંબંધોને સંતુલિત કરવા માટે નવી વ્યૂહરચના ઘડવી પડશે. આ નિર્ણયથી વૈશ્વિક આર્થિક સ્થિતિમાં નવા પડકારો ઉભા થશે, જેનો સામનો કરવા દેશોને તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો…અમેરિકાના 25 ટકા ટેરિફથી દર વર્ષે ભારતને થશે કેટલું નુકસાન?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button