ભારતે G20 એજન્ડાનું યુક્રેનાઈઝેશન અટકાવ્યું,
રશિયાએ કરી ભારતની પ્રશંસા, કહ્યું- અમને આની અપેક્ષા નહોતી
નવી દિલ્હી. ભારતમાં આયોજિત G-20 સમિટની સફળતાની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. રશિયાએ પણ ભારત અને મોદી સરકારના વખાણ કર્યા છે.
રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે જી-20 સમિટના સફળ સંચાલન માટે ભારતનો આભાર માનતા કહ્યું હતું કે, ‘ ભારતના પ્રયાસોથી પશ્ચિમી શક્તિઓ G-20 એજન્ડાને યુક્રેનાઇઝ કરવામાં નિષ્ફળ રહી હતી. યુક્રેન સામેના યુદ્ધ માટે મોસ્કોની નિંદા કરવા માટે પશ્ચિમના દેશો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આ થઈ શક્યું નહીં. રશિયાના વિદેશ પ્રધાને ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટને ઘણી રીતે “સફળ” ગણાવી હતી કારણ કે તેના પરિણામોએ વિશ્વને અનેક પડકારો પર આગળ વધવાનો માર્ગ બતાવ્યો છે.
સર્ગેઈ લવરોવે કહ્યું હતું કે, ‘અમે જાણતા જ હતા કે જી-20 સમિટમાં યુક્રેનનો મુદ્દો ઉઠાવવામાં આવશે અને અમે બચાવ કરવા તૈયાર જ હતા, પણ ભારતે G-20 સમિટમાં યુક્રેન સહિત અનેક મુદ્દાઓ પર પશ્ચિમને તેના વિઝનને આગળ વધારવાથી રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભારતે સમિટના એજન્ડાનું યુક્રેનાઈઝેશન અટકાવ્યું હતું. ભારતે G-20 સમિટમાં યુક્રેન સહિત અનેક મુદ્દાઓ પર પશ્ચિમને તેના વિઝનને આગળ વધારવાથી રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું હતું કે ગ્લોબલ સાઉથના G20 સભ્યોએ સમિટના એજન્ડાને “યુક્રેનાઇઝ” કરવાના પશ્ચિમી પ્રયાસોને અવરોધિત કર્યા હતા.