ભારત-પાકિસ્તાનનું પહેલું યુદ્ધ: આઝાદી પછી તરત જ કેમ અને ક્યારે છેડાયું?

India-Pakistan’s first war: અંગ્રેજ સરકારની ભારતને આઝાદી આપવાની માઉન્ટબેટન યોજનામાં અલગ પાકિસ્તાન દેશ બનાવવાનો પણ જાહેરાત કરી હતી. પરિણામે 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાન અને 15 ઓગસ્ટના રોજ ભારત એમ બે દેશો સ્વતંત્ર થયા હતા. જોકે, આઝાદી મળ્યા બાદ પાકિસ્તાને પોતાનો રંગ બતાવ્યો હતો. પરિણામે ભારત-પાકિસ્તાન વચ્ચે પહેલું યુદ્ધ થયું હતું.
ભારત-પાકિસ્તાન વચ્ચે કેવી રીતે થયું યુદ્ધ?
ભારત દેશ અનેક દેશી રજવાડાઓમાં વહેંચાયેલો હતો. આઝાદી પહેલા 300 જેટલા રજવાડાઓને ભારતમાં સમાવવાનું કામ તત્કાલિન નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. પરંતુ આઝાદી બાદ ત્રણ રજવાડા એવા હતા જેણે ભારત સાથે જોડાણ કર્યું નહોતું.
જેમાં જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરનો આ ત્રણ રજવાડા હતા. જે પૈકી કાશ્મીર પાકિસ્તાનની સરહદને અડીને આવેલું રજવાડું હતું. જેથી માઉન્ટબેટને તેને પાકિસ્તાન સાથે જોડાવાની સલાહ આપી હતી. પરંતુ તેમ છતાં કાશ્મીરે કોઈ નિર્ણય લીધો ન હતો.

કાશ્મીર પર ઘૂસણખોરીનો હતો ઉદ્દેશ્ય
પાકિસ્તાને આ તકનો લાભ લેવાનું વિચારીને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનું શરૂ કર્યું હતું. 22 ઓક્ટોબર 1947માં પાકિસ્તાને પશ્ચિમોત્તર સરહદના આદિવાસી લડવૈયાઓ અને પાકિસ્તાની અનિયમિત દળોએ જમ્મુ અને કાશ્મીર પર હુમલો કર્યો હતો. જેનો ઉદ્દેશ્ય કાશ્મીર પર બળજબરીથી ઘૂસણખોરી કરવાનો હતો.
જેને લઈને કાશ્મીરના રાજા હરિસિંહે ભારતની મદદ માંગી હતી. જેના ભાગરૂપે રાજા હરિસિંહે 26 ઓક્ટોબર 1947ના રોજ ભારત સાથે જોડાણ કરી દીધું હતું. જેથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલું યુદ્ધ છેડાયું હતું અને પાકિસ્તાનને તેની ઓકાત બતાવી દીધી હતી.
યુદ્ધવિરામ પછી માઠું પરિણામ
27 ઓક્ટોબર 1947ના રોજ ભારતે વાયુસેનાની મદદથી સૈનિકો મોકલીને શ્રીનગર એરપોર્ટ પર મોટાપાયે સૈનિકો મોકલ્યા હતા. ઊંચા પહાડો, ઠંડું હવામાન અને ભૌગોલિક પડકારોને અવગણીને ભારતીય સેનાના સૈનિકોએ શ્રીનગર, બારામૂલા જેવા મહત્ત્વપૂર્ણ પહાડી ખીણોની રક્ષા કરતા ઘૂસણખોરોને પાકિસ્તાન પાછા મોકલી દીધા હતા.
સતત ચાલેલા સંઘર્ષ બાદ સંયુક્ત રાષ્ટ્રએ બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરવી હતી. જેથી 1 જાન્યુઆરી 1949ના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો હતો.
ઉલ્લેખનીય છે કે યુદ્ધવિરામ બાદ કાશ્મીર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ભારત પાસે જન્મુ, કાશ્મીર ઘાટી અને લદાખનો મોટો ભાગ તથા પાકિસ્તાન પાસે આઝાદ જમ્મુ કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન રહી ગયું હતું.
આ પણ વાંચો…વિભાજનની વેદના: 86 વર્ષના પીડિત વૃદ્ધાએ કહ્યું એ રાતે ટ્રકમાં ઘેટાં-બકરાંની માફક ભારત પહોંચ્યા પણ…