ટ્રમ્પને જોરદાર જવાબ! ભારત અમેરિકા સિવાય આ 40 દેશો સાથે ડીલ કરવાની તૈયારી કરી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

ટ્રમ્પને જોરદાર જવાબ! ભારત અમેરિકા સિવાય આ 40 દેશો સાથે ડીલ કરવાની તૈયારી કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે, જેમાં 25 ટકા દંડના રૂપમાં છે. આ નિર્ણયની ભારતે એકતરફી અને અન્યાયી ગણાવીને ટીકા કરી હતી. આ ટેરિફનો સૌથી મોટો ફટકો ભારતના ટેક્સટાઈલ સેક્ટરને પડવાની શક્યતા છે, જે લાખો લોકોની રોજગારી સાથે જોડાયેલું છે. આ પડકારનો સામનો કરવા ભારત સરકારે અન્ય બજારોમાં નિકાસ વધારવાની યોજના શરૂ કરી છે, જેથી નુકસાન ઘટાડી શકાય.

ટેક્સટાઈલ સેક્ટર પર ગંભીર અસર

અમેરિકી ટેરિફને કારણે ભારતના ટેક્સટાઈલ ઉદ્યોગને મોટો ઝટકો લાગવાની ભીતિ છે. આ સેક્ટરમાં લાખો લોકો કામ કરે છે, અને અમેરિકા ભારતની કાપડ નિકાસનું સૌથી મોટું બજાર છે. 2024-25માં ભારતે અમેરિકાને 10.3 અબજ ડોલરની ટેક્સટાઈલ નિકાસ કરી હતી, પરંતુ 50 ટકા ટેરિફથી ઓર્ડરમાં ઘટાડો થવાની શક્યતા છે. આનાથી ઉત્પાદન ઘટશે અને રોજગારી પર સીધી અસર પડશે. એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC)ના મહાસચિવ મિથિલેશ્વર ઠાકુરે જણાવ્યું કે આ ટેરિફે ભારતીય ટેક્સટાઈલને અમેરિકી બજારમાંથી લગભગ બહાર કરી દીધું છે.

આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફથી સુરતના ઉદ્યોગોમાં ફફડાટ: જાણો ડાયમંડ અને ટેક્સટાઇલ ઉધોગ પર શું થશે અસર?

અમેરિકી ટેરિફના નુકસાનને ઘટાડવા ભારતે 40 અન્ય દેશોમાં ટેક્સટાઈલ નિકાસ વધારવાની રણનીતિ અપનાવી છે. મીડિયા અનુસાર, બ્રિટન, જાપાન અને દક્ષિણ કોરિયા સહિતના આ દેશોનું કાપડ અને પરિધાન આયાત બજાર 590 અબજ ડોલરનું છે. હાલમાં ભારતનો આ બજારમાં માત્ર 5-6 ટકા હિસ્સો છે, જેમાં વૃદ્ધિની મોટી તકો છે. આ રણનીતિ ભારતીય નિકાસકારોને પરંપરાગત અને ઉભરતાં બજારોમાં પોતાની હાજરી મજબૂત કરવામાં મદદ કરશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button