
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલો અને તેની બાદ ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં આતંકી કેમ્પોનો નાશ કર્યો હતો. જેની બાદ પાકિસ્તાન સતત ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. જેને એર ડિફેન્સ સિસ્ટમની મદદથી નાકામ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાને શુકવારે રાત્રે જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં ડ્રોન હુમલા કર્યા હતા. જેના લીધે સેનાએ જમ્મુમાં સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમ સક્રિય કરી દીધી છે.
બે પાકિસ્તાની લડાકુ વિમાનોને તોડી પાડ્યા
આ દરમિયાન ભારતીય સેનાએ શ્રીનગર નજીક બે પાકિસ્તાની લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે. 10 મેની રાતથી પાકિસ્તાન સેના દ્વારા ઘણા મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. ભારતીય સેના આમાંથી મોટાભાગના મિસાઇલ હુમલાઓને હવામાં જ નિષ્ફળ બનાવી રહી છે. જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન પણ જોવા મળ્યા છે.
પાકિસ્તાની સેનાનો દાવો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પહેલા 10 મેના રોજ સવારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતે મોડી રાત્રે તેના એરબેઝ પર મિસાઇલ હુમલો કર્યો હતો. ભારતે આ હુમલો પાકિસ્તાનના રાવલપિંડીમાં સ્થિત નૂર ખાન, ચકવાલામાં સ્થિત મુરીદ અને શોરકોટમાં સ્થિત રફીકી એરબેઝ પર કર્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતના આ મિસાઇલ હુમલામાં પાકિસ્તાનના આ એરબેઝ નાશ પામ્યા છે.
મુરીદ એરબેઝ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ વિસ્તારમાં આવેલું છે. આ પાકિસ્તાન વાયુસેનાનું એક મહત્વનું એરબેઝ છે. આ એરબેઝ પાકિસ્તાનના ઉત્તરી એર કમાન્ડ હેઠળ આવે છે. આ એરબેઝનો રનવે 9,000 ફૂટનો છે. પાકિસ્તાન વાયુસેના આ એરબેઝનો ઉપયોગ ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ તરીકે કરે છે.
આ પણ વાંચો… BREKING: જમ્મુ, સાંબા, પઠાણકોટમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા, સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ