નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળી INDI ગઠબંધનની બેઠક : શું લેવાયા નિર્ણયો ?

નવી દિલ્હી : આજે લોકસભા ચૂંટણીના મતદાન માટેનો અંતિમ દિવસ (7th phase of Lok Sabha elections) છે. આજે દેશની 57 લોકસભા બેઠક પર મતદાન થયું હતું. ત્યારે આજે દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષસ્થાને ઇન્ડી ગઠબંધનની (INDI Alliance) બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત એનસીપી સીપીઆઇ, સહિત નેતાઓ હાજર રહ્યા હતા. જોકે આ બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગેરહાજર રહ્યા હતા.

વિપક્ષી ગઠબંધન દ્વારા બોલાવવામાં આવેલી આજની મિટિંગમાં એનસીપી નેતા શરદ પવાર, સીપીઆઇ નેતા રાજા, ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેન, પંજાબ મુખ્યપ્રધાન ભગવંત માન, સપાથી અખિલેશ યાદવ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જો કે આ બેઠકમાં ટીએમસી નેતા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગેરહાજર રહ્યા હતા.

આ પણ વાંચો: યુપીના શ્રાવસ્તીમાં PM મોદીએ INDI ગઠબંધન પર કર્યા પ્રહાર, જાણો ભાષણની 10 મોટી વાતો

આજની મિટિંગ બોલાવવાનું કારણ ચૂંટણીમાં ઇન્ડી ગઠબંધનના પ્રદર્શનને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે જ આગામી પરિણામના દિવસોને લઈને રણનીતિને લઈને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આજ સાંજે જાહેર થનાર એક્ઝિટ પોલને લઈને તેની ચર્ચામાં ગઠબંધનના નેતાઓ સામેલ થશે નહીં.

આજની મિટિંગ બોલાવવાનું કારણ ચૂંટણીમાં ઇન્ડી ગઠબંધનના પ્રદર્શનને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે જ આગામી પરિણામના દિવસોને લઈને રણનીતિને લઈને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ગઠબંધન દ્વારા આજે બપોર સુધીમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે આજ સાંજે જાહેર થનાર એક્ઝિટ પોલને લઈને તેની ચર્ચામાં ગઠબંધનના નેતાઓ સામેલ થશે નહીં. પરંતુ સાંજે તેમણે નક્કી કર્યું હતું કે ગઠબંધન જાહેર થનાર એક્ઝિટ પોલની ચર્ચાઓને લઈને હવે તેઓ ભાગ લેવાના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો