નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

યુપીના શ્રાવસ્તીમાં PM મોદીએ INDI ગઠબંધન પર કર્યા પ્રહાર, જાણો ભાષણની 10 મોટી વાતો

શ્રાવસ્તી: PM નરેન્દ્ર મોદીએ બુધવારે શ્રાવસ્તીમાં NDA ઉમેદવારોની તરફેણમાં જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધી આકરા પ્રહારો કર્યા હતા, PM મોદીએ શ્રાવસ્તીમાં શું કહ્યું, ચાલો જાણીએ 10 પોઈન્ટમાં ભાષણની મુખ્ય વાતો

જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે હું કોઈ શાહી પરિવારમાંથી નથી આવ્યો. હું આ માતાઓ જેવી જ ગરીબ માતાઓનો પુત્ર છું. મારે કોઈ માટે કંઈ કમાવવાનું નથી, પણ હું મારા દેશને એટલો મજબૂત બનાવવા ઈચ્છું છું કે પરિવારવાદી પાર્ટીઓ ફરી દેશને બદહાલ ન કરી શકે. આ માટે મને તમારા આશીર્વાદ જોઈએ છે.

આપણી શ્રાવસ્તી એક એવું ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ છે, જ્યાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવવા માંગે છે. અગાઉ આટલા લાંબા સમય સુધી સપા-બસપા-કોંગ્રેસની સરકારો હતી, પરંતુ શ્રાવસ્તીના વિકાસ વિશે કોઈએ વિચાર્યું ન હતું. તેમને ન તો શ્રાવસ્તીના વિકાસની ચિંતા હતી કે ન તો દેશની ધરોહરની. અમારી સરકાર શ્રાવસ્તીને દેશના નકશા પર એક અલગ ઓળખ આપવા માટે કામ કરી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે મોદી વંચિતોના જો અધિકારો છે, મોદી તેના ચોકીદાર છે, હું તમને ગેરંટી આપું છું કે, અનામત છીનવી લેવાનું કર્ણાટક મોડલ દેશમાં લાગુ કરવા દેવામાં આવશે નહીં. કોંગ્રેસ આવશે તો ભ્રષ્ટાચાર અંગે જે કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને જે ચલણી નોટો જપ્ત થઈ રહી છે તે કાયદામાં ફેરફાર કરીને ભ્રષ્ટાચારીઓને બચાવશે.

આ પણ વાંચો: Jammu Kashmir ને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું છે, અમે તેની પર અડગ છીએ : PM મોદી

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે INDIA ગઠબંધનમાં ત્રણ ગંભીર બીમારીઓ છે, જેના કારણે દેશે સાવચેત રહેવાની જરૂર છે. INDIA ગઠબંધનના લોકોનો સૌથી મોટો રોગ એ છે કે તેઓ આત્યંતિક કોમવાદી છે, તેઓ આત્યંતિક જાતિવાદી છે અને તેઓ આત્યંતિક પરિવારવાદી છે. આ ત્રણેય રોગો દેશ માટે કેન્સર કરતાં પણ વધુ વિનાશક બની શકે છે.

મોદીએ 4 કરોડ ગરીબોને કાયમી મકાનો આપ્યા, હવે સપા અને કોંગ્રેસવાળા તેમાં ફેરફાર કરવાનો નિર્ણય કરી ચુક્યા છે, એટલે કે તેઓ તમારી પાસેથી આ 4 કરોડ ઘરોની ચાવી લઈ લેશે, મકાન છીનવી લેશે અને તેમની વોટબેંકમાં આપશે. મોદીએ 50 કરોડથી વધુ ગરીબોના જનધન ખાતા ખોલાવ્યા, તેઓ તમારું બેંક ખાતું બંધ કરીને પૈસા છીનવી લેશે. મોદીએ દરેક ગામડામાં વીજળી પહોંચાડી, તેઓ વીજળીના કનેક્શન કાપી નાખશે અને ફરી અંધારૂ કરશે.

જેમણે 60 વર્ષ સુધી કંઈ કર્યું નથી તેઓ મોદીને રોકવા માટે એક થયા છે. યુપીમાં બે છોકરાઓની જોડીને ફરીથી લોન્ચ કરવામાં આવી છે. એ જ જૂની ફ્લોપ ફિલ્મ, એ જ જૂના પાત્રો, એ જ જૂના સંવાદો. આખી ચૂંટણી પૂરી થવામાં છે, પણ શું તમે આ લોકો પાસેથી એક પણ નવી વાત સાંભળી છે? તે દેશને કેવી રીતે આગળ લઈ જશે, વિકાસનું વિઝન શું છે, અર્થવ્યવસ્થાને લઈને શું યોજના છે? બેમાંથી કોઈ શહેઝાદાએ એકવાર પણ ભરોસાલાયક વાત કહીં નથી.

ગઈકાલે હું એક વિડિયો જોઈ રહ્યો હતો જેમાં લોકો દોડી રહ્યા હતા અને સ્ટેજ પર ચઢી રહ્યા હતા, તો મેં પૂછ્યું, આ દોડધામ શેની છે?… તો તેમણે કહ્યું કે, સપા અને કોંગ્રેસના લોકો રેલીમાં લોકોને લાવવા માટે કોન્ટ્રાક્ટ આપે છે વ્યક્તિ દીઠ પૈસા આપે છે, પરંતુ તેઓએ ચૂકવણી ન કરી, તેથી લોકો દોડીને સ્ટેજ પર ચઢી ગયા. હવે જેની હાલત આવી હોય તે પક્ષ તમારું કઈ રીતે ભલું કરી શકે?

પીએમ મોદીએ કહ્યું આ ઉત્સાહ સ્પષ્ટ બતાવી રહ્યો છે કે સપા અને કોંગ્રેસનું INDI ગઠબંધન ધરાશાઈ થઈ ચુક્યું છે. આખો દેશ એક વાત કહીં રહ્યો છે કે ફરી એક વાર મોદી સરકાર

પીએમ મોદીએ કહ્યું કે શ્રાવસ્તીમાં મોદીને આશીર્વાદ આપવા આવેલી જનમેદની સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે દરેક દિલમાં મોદી છે, આ દરમિયાન પીએમ મોદીએ સરકારની સિધ્ધીઓ પણ ગણાવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન તમારા Mobilephoneમાં પણ દેખાય છે આ સાઈન તો સાવધાન…