નેશનલ

Independence Day Special: દેશદાઝથી પ્રેરિત યુવકે 631 શહીદના નામ શરીર પર ત્રોફાવ્યાં

હાપુડ: આપણી સ્વતંત્રતા એ કોઇ વણમાંગી ભેટ નથી પરંતુ અનેક દેશની આઝાદી માટે અનેક વિરો અને વીરાંગનાઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે અને તેનું નામ ઈતિહાસમાં કાયમ માટે અમર થઈ રહ્યું છે. દેશના દરેક નાગરિકને બહાદુરોની શહાદત પર ગર્વ છે. આ ગર્વની લાગણીને અલગ અલગ રીતે વ્યકત કરતાં અનેક ઉદાહરણ આપણી સામે છે પરંતુ એક યુપીમાં એક વ્યક્તિના શરીર પર દેશની શહાદતને સ્થાન મળ્યું છે.

ઉત્તર પ્રદેશના હાપુડના એક યુવકે પોતાના શરીર પર મહાત્મા ગાંધી, રાણી લક્ષ્મીબાઈ, ભગત સિંહ, મહારાણા પ્રતાપ, ચંદ્રશેખર આઝાદ સહિત 631 સૈનિકો અને સ્વતંત્રતા સેનાનીઓના નામનું ટેટૂ કરાવ્યું છે. દેશભક્તિના આ અનોખા જુસ્સાએ અભિષેક ગૌતમને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન અપાવ્યું છે. તેમને ‘લિવિંગ વોલ મેમોરિયલ’નું બિરુદ પણ મળ્યું છે.

આ પણ વાંચો : Independence Day 2024: સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઇને દિલ્હીમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા, 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત

અભિષેક તેના માતા-પિતા સાથે હાપુડમાં રહે છે અને તેણે ત્યાંથી જ અભ્યાસ કર્યો છે. અભિષેક ગૌતમ કહે છે કે હું સમાજને એક સંદેશ આપવા માંગુ છું કે જો કંઈપણ સારું કરવું હોય તો ઘણા લોકો પાસેથી શીખવું જોઈએ. જેઓ આપણા દેશ માટે શહીદ થયા છે તેમનું સન્માન કરવું જોઈએ. એટલા માટે મેં શહીદોના નામના ટેટૂ કરાવ્યા છે. મેં કારગીલના શહીદોની શૌર્યગાથાઓ વાંચી અને ત્યારબાદ મેં શહીદોને સન્માન કરવાનું વિચાર્યું અને ટેટૂ કરાવવાનું વિચાર્યું. હવે જ્યારે આના કારણે મને આટલું સન્માન મળી રહ્યું છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે લોકો શહીદોનું કેટલું સન્માન કરે છે.

અભિષેક ગૌતમે કહ્યું કે લોકોએ માત્ર સ્વતંત્રતા દિવસ પર જ શહીદોને યાદ ન કરવા જોઈએ, પરંતુ તેમના બલિદાનને હંમેશા પોતાના હ્રદયમાં રાખવું જોઈએ. તેનાથી ખાસ કરીને યુવાનોને ખોટી સંગતથી દૂર રહેશે અને તેઓ દેશનું ભવિષ્ય બનવાનો પ્રયત્ન કરશે. શહીદોનું બલિદાન તેમને દરેક ક્ષણે અહેસાસ કરાવશે કે તેમને જે આઝાદી મળી છે તે કોઈના બલિદાનને કારણે મળી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે