ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ આવતીકાલે: હવે મોડું કરશો તો લાગશે દંડ | મુંબઈ સમાચાર
નેશનલ

ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ આવતીકાલે: હવે મોડું કરશો તો લાગશે દંડ

આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ આવતી કાલ એટલે કે તારીખ 15 સપ્ટેમ્બર છે. એટલે કે હવે આવકવેરા રિટર્ન માટે માત્ર એક દિવસ બાકી છે.

જો તમે હજુ સુધી તમારું ITR ફાઇલ નથી કર્યું, તો તાત્કાલિક ફાઈલ કરવું જરૂરી છે. કારણ કે આ તારીખ પછી રિટર્ન ફાઇલ કરવા પર દંડ ભરવો પડશે છે. આયકર વિભાગે ચેતવણી આપી છે કે સમયમર્યાદામાં ITR ફાઇલ કરવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આયકર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 15 સપ્ટેમ્બર 2025 સુધી ITR ફાઇલ ન કરનારાઓએ દંડ ભરવો પડશે. આયકર કાયદાની કલમ 234F હેઠળ, મોડું રિટર્ન ફાઇલ કરનારાઓએ દંડ ચૂકવવો ફરજિયાત છે.

આપણ વાંચો: આવકવેરા રિટર્ન ફાઇલ કરવું સરળ બન્યું, હવે ITR-1 અને ITR-4 ફોર્મ એક્સેલમાં ઉપલબ્ધ

જો તમારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે, તો દંડ 1000 રૂપિયા હશે, જ્યારે 5 લાખથી વધુ આવક ધરાવતા લોકો માટે દંડ 5000 રૂપિયા સુધીનો હોઈ શકે છે. અગાઉ આ દંડ 10,000 રૂપિયા હતો, પરંતુ તેને ઘટાડીને 5000 કરવામાં આવ્યો છે.

જો તમે 15 સપ્ટેમ્બર સુધી ITR ફાઇલ ન કરી શકો તો ચિંતા ન કરો, તમે હજુ પણ આકરણી વર્ષ (2025-26) પૂરું થાય તે પહેલા અથવા તેના ત્રણ મહિના પહેલા સુધી લેટ ફાઇલિંગ કરી શકો છો.

જોકે, આવી સ્થિતિમાં દંડ ચૂકવવો ફરજિયાત રહેશે. સમયસર ITR ફાઇલ કરવાથી ન માત્ર કાયદાકીય જવાબદારી પૂરી થાય છે, પરંતુ તેનાથી ટેક્સ રિફંડ અને સરકારી લાભોનો પણ ફાયદો મળે છે. આથી, હજુ સમય છે ત્યાં સુધી ITR ફાઇલ કરી લેવું જરૂરી છે.

આપણ વાંચો: રેકોર્ડબ્રેકઃ 31 ઓક્ટોબર સુધી 7.85 કરોડ આવકવેરા રિટર્ન ફાઇલ થયા

ઓનલાઇન ITR ફાઇલ કરવાની રીત

ITR ફાઇલ કરવું હવે ખૂબ જ સરળ છે અને તે 30થી 45 મિનિટમાં ઘરે બેઠાં ઓનલાઇન કરી શકાય છે. આ માટે https://eportal.incometax.gov.in/iec/foservices/#/login વેબસાઇટ પર જઈ, તમારા પાન કાર્ડ નંબર અને પાસવર્ડથી લૉગિન કરો.

જો આધાર લિંક નથી, તો તે પહેલા પૂરુ કરો. લૉગિન પછી ‘ફાઇલ ઇનકમ ટેક્સ રિટર્ન’ વિકલ્પ પસંદ કરો, આકરણી વર્ષ (2025-26) ચૂંટો અને તમારી આવક મુજબ ITR ફોર્મ પસંદ કરો. સિસ્ટમમાં પગાર, TDS અને બેંક વ્યાજ જેવી માહિતી પહેલેથી ભરેલી હોય છે, જેને ચકાસીને જરૂરી ફેરફારો કરી રિટર્ન સબમિટ કરો.

વેરિફિકેશનની જરૂરિયાત

ITR ફાઇલ કર્યા પછી તેનું વેરિફિકેશન કરવું ફરજિયાત છે, નહીં તો રિટર્ન અધૂરું ગણાશે. વેરિફિકેશન માટે આધાર OTP દ્વારા સૌથી ઝડપી રીત છે. આ ઉપરાંત, નેટ બેંકિંગ, બેંક ખાતું કે ડિમેટ ખાતું દ્વારા પણ વેરિફિકેશન થઈ શકે છે.

જો તમે ઈચ્છો તો ITR-V ફોર્મ સહી કરીને CPC બેંગલુરુને ડાક દ્વારા મોકલી શકો છો, પરંતુ આ ધીમી પ્રક્રિયા છે. વેરિફિકેશન વિના રિટર્ન અમાન્ય ગણાશે, તેથી આ પગલું ચૂકશો નહીં.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button