ITR ફાઈલિંગમાં ફરી ધાંધિયા: વેબસાઈટની સમસ્યાથી કરદાતાઓ પરેશાન
રિટર્ન ભરવાની અંતિમ તારીખ લંબાવવા છતાં વેબસાઈટમાં ટેકનિકલ સમસ્યાઓ યથાવત, કરદાતાઓએ સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો

નવી દિલ્હીઃ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ગઈકાલ એટલે કે પંદરમી સપ્ટેમ્બર હતી. જો કે, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ તેને એક દિવસ વધારી દીધી છે, પરંતુ રિટર્ન ફાઈલ કરવામાં લોકોને આજે પણ મુશ્કેલી પડી હતી, જેમાં મોટા ભાગના લોકો રિટર્ન ફાઈલ કરવાથી વંચિત રહ્યા હતા. 16 સપ્ટેમ્બર સુધી ITR ભરવાની છૂટ આપવામાં આવી હતી. કેમકે ગઈકાલે 15 સપ્ટેમ્બરના રોજ વેબ સાઈટ પર તકલીફો જોવા મળી હતી. જેના કારણે એક દિવસ એક્સટેઈન કરવામાં આવ્યો હતો. પરંતુ આજે પણ આયકર વેબસાઈટ પર એક તકલીફઓ જોવા મળી રહી છે. ઘણા કરદાતાઓને એરર મેસેજ આવી રહ્યા છે, જેના કારણે આઈટીઆર ફાઇલ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
પોર્ટલમાં દિવસભરમાં રહી સમસ્યા
કેટલાક વપરાશકર્તાઓ પ્રક્રિયા પૂર્ણ કરીને પણ છેલ્લા તબક્કામાં અટકી પડી રહ્યા છે, અને ઇન્ટરનેટ પર આવી ફરિયાદોનો થતી જોવા મળી રહી છે. આજે, મંગળવારે, મધરાત સુધીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન કોઈ પણ જાતના દંડ વિના ભરી શકાય છે. પરંતુ પોર્ટલની ટેક્નિકલ સમસ્યાને કારણે લોકોની ચિંતામાં વધારો કર્યો હતો.
સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો
સરકારી તંત્ર પર નારાજગી વ્યક્ત કરતા લોકોએ સોશિયલ મીડિયાના આશરો લીધો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વપરાશકર્તાએ લખ્યું કે આયકર વેબસાઇટ સંપૂર્ણપણે બંધ પડી ગઈ છે, અને જો તે કામ નથી કરતી તો તારીખ વધારવાનો શું અર્થ? જ્યારે અન્ય એક ટેક્સપેયરે તેનો અનુભવ શેર કરતા કહ્યું કે છેલ્લા બે કલાકથી પોર્ટલ કામ નથી કરતું, અને નીતિ નિર્માતાઓને આની જાણ કરાઈ છે કે નહીં તે સ્પષ્ટ નથી. જ્યારે બીજા અન્ય વપરાશકર્તા પ્રમાણે રિટર્ન અપલોડ કરતી વખતે વિભાગ 234 એફ હેઠળ લેટ ફી દેખાઈ રહી છે. એક યૂઝરે ફરિયાદ હતી કે તેમનું આઈટીઆર ચલણ 18 કલાકથી તૈયાર નથી થયું, જ્યારે રકમ એકાઉન્ટમાંથી કપાઈ ગઈ છે.
7.3 કરોડથી વધુ રિટર્ન્સ પહેલેથી જ ફાઇલ થયા
આઈટી રિટર્ન ફાઇલ કરવાની મૂળ તારીખ 15 સપ્ટેમ્બર 2025 હતી, પરંતુ તેને 16 સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. સીબીડીટીએ મોડી રાત્રે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે આકલન વર્ષ 2025-26 માટે આઈટી રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. સેવાઓમાં ફેરફારોને કારણે ઇ-ફાઇલિંગ પોર્ટલ 16 સપ્ટેમ્બરના સવારે 12:00થી 2:30 વાગ્યા સુધી જાળવણીમાં રહેશે. આ વધારો ટેક્નિકલ સમસ્યાઓને કારણે કરવામાં આવ્યો છે, જેમાં 7.3 કરોડથી વધુ રિટર્ન્સ પહેલેથી જ ફાઇલ થઈ ચૂક્યા છે.
નકલી મેસેજથી સાવધાન રહેવાની તાકીદ
આવક વેરા વિભાગે જણાવ્યું કે પોર્ટલ પર વધુ પડતો ટ્રાફિક અને ગ્લિચને કારણે કરદાતાઓને તકલીફ પડી રહી છે, જેના કારણે આ વિસ્તરણ કરવું પડ્યું. ઘણા વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી કે સર્વર ડાઉન છે અને લોગિન પણ નથી થતું. વિભાગે સલાહ આપી છે કે કરદાતાઓને અધિકૃત વેબસાઇટ incometax.gov.in પર જ આધાર રાખવો અને નકલી મેસેજથી સાવધાન રહેવું. આ વર્ષે 7.3 કરોડથી વધુ રિટર્ન્સ ફાઇલ થયા છે, જે છેલ્લા વર્ષ કરતાં વધુ છે, પરંતુ છેલ્લા દિવસેની વ્યસ્તતાએ સમસ્યાઓ વધારી દીધી.
આ પણ વાંચો…ગુડ ન્યૂઝ! ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાઈ, હવે આ તારીખ સુધી ભરી શકાશે…