કેન્દ્રની સૂચનાઓને અવગણીને અમે મ્યાનમાર અને બાંગ્લાદેશના ઝો લોકોને આશ્રય આપી રહ્યા છીએ: મિઝોરમના મુખ્ય પ્રધાન
મિઝો નેશનલ ફ્રન્ટ(એમએનએફ)ની સ્થાપનાની 62મી વર્ષગાંઠ પર એક કાર્યક્રમને સંબોધતા મિઝોરમના મુખ્ય પ્રધાન જોરામથાંગાએ સોમવારે કહ્યું હતું કે તેઓ મિઝો રાષ્ટ્રવાદના ઉદ્દેશ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે અને મ્યાનમાર અને બાંગ્લાદેશના મિઝો(ઝો) શરણાર્થીઓતોને તેમના દેશોમાં પાછા મોકલવાના કેન્દ્રના નિર્દેશ બાદ પણ તેમની સરકાર તેમણે શરણ આપી રહી છે.
એમએનએફ તરફેણમાં મત આપવા અપીલ કરતાં તેમણે કહ્યું હતું કે જ્યારે તેમને 2021ના સંઘર્ષ દરમિયાન આસામની સરહદેથી મિઝોરમ પોલીસ કર્મચારીઓને પાછા ખેંચવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ રાજીનામું આપવા તૈયાર હતા.
મુખ્ય પ્રધાન જોરામથાંગાએ કહ્યું હતું, પડોશી રાજ્યો અને દેશોમાં વસતા આપણા ભાઈઓ અને બહેનો પર આવી પડેલા સંકટ સમયે યુવાનો મિઝો રાષ્ટ્રવાદની હિમાયત કરવાનું ચાલુ રાખશે. ઝો સમુદાયના લોકોને પાછા મોકલવાની કેન્દ્રની સૂચનાઓ છતાં, અમારી સરકાર મ્યાનમાર અને બાંગ્લાદેશથી આવેલા આ લોકોને સુરક્ષિત રાખી રહી છે. અમે આપણા ભાઈ-બહેનોની સુરક્ષા કરવાનું ચાલુ રાખીશું.
અહેવાલો અનુસાર, મ્યાનમાર અને બાંગ્લાદેશથી આવેલા 31,000 થી વધુ ઝો લોકોએ મિઝોરમના વિવિધ ભાગોમાં આશ્રય લઇ રહ્યા છે. મ્યાનમારના લોકો ફેબ્રુઆરી 2021માં ત્યાં સૈન્ય બળવા પછી ભાગી અહીં આવ્યા હતા. એક વંશીય ઉગ્રવાદી સંગઠન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી બાદ બાંગ્લાદેશના ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટમાંથી ઘણા લોકો અહીં આશ્રય લેવા આવ્યા હતા. મિઝોરમ મ્યાનમાર સાથે 510 કિમી અને બાંગ્લાદેશ સાથે 318 કિમી લાંબી સરહદ ધરાવે છે.