નેશનલ

PM Modi ના અંગત સચિવ તરીકે IFS નિધિ તિવારીની નિયુક્તિ, જાણો કોણ છે ?

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે આઇએફએસ અધિકારી નિધિ તિવારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. નિધિ તિવારી વર્ષ 2014 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે. DoPT દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ નિધિ તિવારી હાલમાં પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કાર્યરત હતા. પરંતુ હવે તે વડા પ્રધાનના અંગત સચિવ તરીકે કામ કરશે.

નાયબ સચિવ તરીકે નિધિ તિવારીએ સેવા આપી

આ પૂર્વે પ્રધાનમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ તરીકે નિધિ તિવારીની સેવાઓની પ્રશંસા કરવામાં આવી છે. જેના કારણે તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રીના અંગત સચિવ તરીકે નિધિ તિવારીએ ઘણા મહત્વપૂર્ણ કાર્યો સંભાળવા પડશે. જેમાં પ્રધાનમંત્રીના રોજિંદા કામનું સંકલન, મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન અને વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Eid-ul-Fitr : પીએમ મોદી અને યુપીના સીએમ યોગીએ પાઠવી ઈદની શુભેચ્છા

નિધિ તિવારી 2014 બેચના આઇએફએસ અધિકારી

નિધિ તિવારી 2014 બેચની ભારતીય વિદેશ સેવા(IFS)અધિકારી છે. તે હાલમાં પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કાર્યરત હતા. નિધિ તિવારીને નવેમ્બર 2022 માં પીએમઓના ડેપ્યુટી સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. પીએમઓમા જોડાતા પહેલા તેઓ વિદેશ મંત્રાલય (MEA)માં નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના વિભાગમાં અંડર સેક્રેટરી હતા. આ અધિકારી વારાણસીના મેહમૂરગંજના વતની છે. તેમણે વર્ષ 2013ની સિવિલ સર્વિસીસ પરીક્ષામાં 96મો ક્રમ મેળવ્યો હતો. તેમને વારાણસીમાં સહાયક કમિશનર (વાણિજ્યિક કર) તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: હવે ઘઉંની સટ્ટાબાજી પર સરકાર આ રીતે કરશે નિયંત્રણઃ આવતીકાલથી નવો નિયમ લાગુ

અધિકારીઓને પે મેટ્રિક્સ લેવલ 14 મુજબ પગાર મળે છે

જો મીડિયા રિપોર્ટ્સ મુજબ. પીએમઓ ઓફિસમાં અંગત સચિવના પદ પર કામ કરતા અધિકારીઓને પે મેટ્રિક્સ લેવલ 14 મુજબ પગાર મળે છે. આ લેવલના અધિકારીઓનો પગાર દર મહિને 1,44,200 રૂપિયા છે. આ ઉપરાંત આ અધિકારીઓને મોંઘવારી ભથ્થું, ઘર ભથ્થું, મુસાફરી ભથ્થું અને અન્ય ઘણા ભથ્થા આપવામાં આવે છે. આ ઉપરાંત, તેમને એક કાર, પીએમ નિવાસસ્થાન પાસે એક ઘર અને એક ચોકીદાર અને સુરક્ષા કર્મચારી પણ આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button