પહેલાગામ હુમલાની કોઈપણ માહિતી હોય તો NIAને ફોન કરો, તપાસમાં મદદ કરો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ તમામ પ્રવાસીઓ, મુલાકાતીઓ અને સ્થાનિકોને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગેની માહિતી આપવા અપીલ કરી છે. NIA એ દરેકને અપીલ કરી છે કે જો તેમની પાસે હુમલા સંબંધિત કોઈ માહિતી, ફોટોગ્રાફ્સ કે વીડિયો હોય તો તાત્કાલિક એએનઆઈનો સંપર્ક કરે. 22મી એપ્રિલે થયેલા હુમલાની તપાસ એજન્સી કરી રહી છે.
અધિકારીઓનું કહેવું છે કે તપાસ એજન્સીને હુમલાના વિવિધ પાસાઓ દર્શાવતા મોટી સંખ્યામાં ફોટોગ્રાફ્સ અને વીડિયો મળ્યા છે. તે તેમની તપાસ કરી રહી છે. તેમ છતાં જો પ્રવાસીઓ કે સ્થાનિકોએ આ ઉપરાંત કંઈ અવલોકન કર્યું હોય, ઘટના સંબંધિત ફોટા, વીડિયો વગેરે હોય તો માહિતી આપવા જણાવ્યું છે અને જેથી તપાસમાં મદદ મળી રહે.
NIA એ આવા તમામ લોકોને એજન્સીને ફોન કરીને માહિતી શેર કરવા વિનંતી કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પછી NIAના એક વરિષ્ઠ અધિકારી ફોન કરનારનો સંપર્ક કરશે અને એજન્સી સાથે શેર કરવા માટે સંબંધિત માહિતી અથવા ફોટા અથવા વીડિયો વગેરે લેશે.
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી NIA એ આ કેસમાં મોટો ખુલાસો કર્યો હતો. તપાસ દરમિયાન NIA ને એવા સંકેતો મળ્યા કે કે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓને સ્થાનિક ઓવરગ્રાઉન્ડ વર્કર (OGW) એટલે કે પાકિસ્તાની જાસૂસ અથવા અહીં જ રહેનારા કોઈએ મદદ કરી. આ લોકોને આતંકવાદીઓને હુમલા બાદ ભાગવામાં પણ મદદ કરી હોવાનું એનઆઈએનું માનવાનું છે.
આ પણ વાંચો….Operation Sindoor: તમે અમારી સુહાગનોની સેથીના સિંદુર ઊજાડ્યા…આ રીતે પડ્યું નામ