બાંકે બિહારીના દર્શનાર્થે જાઓ છો તો પહેલા આ કામ કરજો….
મથુરા: વૃંદાવનના કૃષ્ણ ભગવાન એટલે કે બાંકે બિહારી મંદિરમાં ઘણા મોટા પ્રમાણમાં ભક્તોનો દર્શનાર્થે આવતા રહે છે. રજાઓ અને તહેવારોમાં દર્શન માટે ભક્તોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે ભક્તોના પ્રશ્ર્નોને ધ્યાનમાં રાખીને પ્રશાસને વધુ સારી સુવિધા આપવા માટે નવી યોજના બનાવી છે.
આ યોજના અંતર્ગત હવે કોઈપણ ભક્ત ભીડમાં હેરાન થયા વગર સરળતાથી દર્શન કરી શકશે. પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધાની ભક્તો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. ભક્તોએ દર્શન માટે ફક્ત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, ત્યારબાદ તેઓ સીધા મંદિરમાં પ્રવેશ કરી શકશે.
આ સિસ્ટમ બનાવતા પહેલા પણ રજીસ્ટ્રેશન દ્વારા દર્શનની ટ્રાયલ કરવામાં આવી હતી. જેમાં રજીસ્ટ્રેશન કરાવનાર ભક્તોએ જ દર્શન કરવાના હતા પરંતુ બીજા ઘણા ભક્તો એમજ મંદિરમાં આવી જતા મંદિરમાં ભીડ થઇ ગઇ હતી. જો કે ત્યારબાદ મથુરા-વૃંદાવન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પ્રવાસી સુવિધા કેન્દ્ર (TFC) ખાતે દર્શન નોંધણી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હવે ભક્તોને સીધા દર્શનનો લાભ મળી શકશે.
સૌ પ્રથમ એન્ટ્રી માટે ભક્તોએ મથુરા-વૃંદાવન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સ્થાપિત દર્શન રજીસ્ટ્રેશન સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. TFCની બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે કે ભક્તો અહીંથી રજીસ્ટ્રેશન કરાવીને સુલભ દર્શનનો લાભ લઈ શકશે. આ માટે મંદિર પરિસરમાં એક અલગ રસ્તો પણ બનાવવામાં આવશે જેના દ્વારા ભક્તો આવશે બીજા રસતા પરથી અને બહાર બીજા રસ્તેથી નીકળશે. 17મી ઓક્ટોબરે દર્શન નોંધણી કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ રીતે સરકાર અને વહીવટીતંત્ર દ્વારા બાંકે બિહારી મંદિરમાં ભીડને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.