નેશનલ

તો આખું નોર્થ ઈસ્ટ ભડકે બળશે’: મમતા દીદીની ચીમકી, આસામના સીએમએ આપ્યો જવાબ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાનીમાં એક તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના મામલાને લઈને સમગ્ર દેશ ગુસ્સામાં છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આ મામલે મુખ્ય પ્રધાન મમતા બેનરજી પાસેથી રાજીનામું માંગી રહી છે. આ મામલો હવે એટલો ગરમાયો છે કે નેતાઓ એકબીજાને ધમકીઓ આપી રહ્યા છે. સીએમ મમતા બેનરજીએ જાહેરાત કરી હતી કે કોલકાતા રેપ કેસને લઈને ટીએમસી ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ રાજ્યના દરેક બ્લોકમાં વિરોધ કરશે.

બંગાળ બંધ પર સીએમ મમતા બેનરજીએ કહ્યું હતું કે ‘જો બંગાળમાં આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવશે તો દરેક જગ્યાએ આગ લાગશે. કેટલાક લોકો વિચારી રહ્યા છે કે આ બાંગ્લાદેશ છે. બાંગ્લાદેશ અને બંગાળની સંસ્કૃતિ એક જ છે, પરંતુ યાદ રાખો કે બાંગ્લાદેશ એક અલગ દેશ છે અને ભારત એક અલગ દેશ છે.

આ પણ વાંચો: Kolkata રેપ અને મર્ડર કેસ મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નિવેદન, કહ્યું હવે બહુ થયું ….

મોદી બાબુ, તમે તમારી પાર્ટીને કહીને જે આગ લગાડી રહ્યા છો. યાદ રાખો, જો તમે બંગાળમાં આગ લગાવશો તો આસામ પણ ચૂપ નહીં રહે. ઉત્તર-પૂર્વના રાજ્યો પણ અટકશે નહીં. ન ઉત્તર પ્રદેશ, ન બિહાર, ન ઓડિશા, દિલ્હી પણ ચૂપ નહીં બેસે તેઓ તમારી ખુરશી હલાવી દેશે.’

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “દીદી, તમે આસામને ધમકી આપવાની હિંમત કેવી રીતે કરી? અમને લાલ આંખ ન બતાવો. તમારી નિષ્ફળતાની રાજનીતિથી ભારતને સળગાવવાની કોશિશ પણ કરશો નહીં. તમને વિભાજનની ભાષા બોલવી શોભતું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button