
હૈદરાબાદ: હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક મોટા બ્રેકિંદ મળી રહ્યાં છે. એરપોર્ટ ઓથોરિટીને બોમ્બની ધમકીનો ઈ-મેઈલ મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, “LTTE-ISIS સભ્ય” તરફથી ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇમેઈલ આવ્યો છે. આ ધમકીના કારણે ઇન્ડિગો ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અધિકારીઓએ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી દીધું
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ ઇમેઈલમાં એવું લખવામાં આવ્યું હતું કે, 1984માં જેમ ચેન્નઈ એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો તેવો વિસ્ફોટ થશે તેવી ધમકી આપવામાં આવી હતી. આ મેઈલ મળતાની સાથે જ અધિકારીઓએ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી દીધું હતું. આ મામલે RGI એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટરને શનિવાર, 1 નવેમ્બર, 2025 ના રોજ સવારે 5:25 વાગ્યે ધમકીભર્યા મેઇલ વિશે માહિતી મળી હતી. જે બાદ એરપોર્ટ પર હડકંપ મચી ગયો હતો.
ધમકીભર્યા મેઈલમાં શું લખેલું હતું?
રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એક અધિકારીએ આ મામલે વિગતો આપતા જણાવ્યું કે, 01-11-2025ના રોજ APOC તરફથી એક સંદેશ મળ્યો કે ગ્રાહક સપોર્ટ RGIA ને એક ઇમેઇલ મળ્યો છે. પપૈયા રાજન તરફથી customersupport@gmrgroup.in ઇમેઇલ આઈડી પર 05:25 વાગ્યે ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો. આ મેઈલના વિષયણાં ઇન્ડિગો 68નું હૈદરાબાદ ઉતરાણ બંધ કરો તેવું લખેલું હતું. જેના કારણે એરપોર્ટ અધિકારીઓ ગભરાઈ ગયાં હતાં.



