યુરોપિયન યુનિયનના 29 દેશમાં ફરવાના 5 વર્ષના 'શેંગેન' વિઝા મળશે માત્ર અઠવાડિયામાં, જાણો કઈ રીતે? | મુંબઈ સમાચાર

યુરોપિયન યુનિયનના 29 દેશમાં ફરવાના 5 વર્ષના ‘શેંગેન’ વિઝા મળશે માત્ર અઠવાડિયામાં, જાણો કઈ રીતે?

અમદાવાદ: સામાન્ય રીતે યુરોપના દેશોમાં પ્રવાસ માટે વિઝા મેળવવાની પ્રક્રિયાને જટિલ અને સમય લેનારી માનવામાં આવે છે, પરંતુ એક ભારતીય નાગરિકને માત્ર ચાર દિવસમાં જ લોંગ-ટર્મ શેંગેન વિઝા Schengen visa) મળી ગયા છે, તેને આ અંગે રેડિટ પર પોસ્ટ કરતા ઈન્ટરનેટ આ વિઝા કેવી રીતે મેળવવા એ અંગે ચર્ચા શરુ થઇ છે.

એક યુઝરે રેડિટ જણાવ્યું કે તેને માત્ર ચાર વર્કિંગ ડેમાં જ લોંગ-ટર્મ શેંગેન વિઝા મળી ગયા. રેડિટ યુઝરે જણાવ્યું કે બેંગલુરુમાં આવેલા ફ્રેન્ચ કોન્સ્યુલેટે તેને ફક્ત ચાર દિવસમાં આ વિઝા આપી દીધા હતાં. યુઝરે રેડિટ પરની પોસ્ટમાં જણાવ્યું કે તે 32 દેશોની મુસાફરી કરી ચુક્યો છે. બે વર્ષમાં તેણે જર્મની અને સ્પેન તરફથી ત્રણ વાર શેંગેન વિઝા મેળવ્યા હતા. તાજેતરનો તેને સ્પેન તરફથી 45 દિવસ માટે શેંગેન વિઝા આપવામાં આવ્યા હતાં. હવે ફ્રેન્ચ કોન્સ્યુલેટે તેને પાંચ વર્ષનાં શેંગેન વિઝા આપ્યા છે.

“કેસ્કેડ” સિસ્ટમ હેઠળ મળી શકે વિઝા:
યુરોપિયન કમિશનને શરુ કરેલી “કેસ્કેડ” સિસ્ટમ (EU Cascade visa system) હેઠળ, ક્લીન વિઝા હિસ્ટરી ધરાવતા ભારતીયોને ફાસ્ટ અને લોંગ ટર્મ શેંગેન વિઝા(Schengen visa) મળી શકે છે.

યુરોપિયન કમિશનની કેસ્કેડ વિઝા સિસ્ટમ 18 એપ્રિલ, 2024 થી શરુ કરવામાં આવી છે. આ યોજના માટે લાયક ભારતીયોને ચોક્કસ મુસાફરી હેતુ દર્શાવ્યા વિના મલ્ટી-યર અને મલ્ટી-એન્ટ્રી વિઝા આપવામાં આવશે. આ આ વિઝા ઘારક યુરોપમાં દેશોમાં મુદ્દત પૂરી થાય ત્યાં સુધી એકથી વધારે વાર પ્રવાસ કરી શકશે.

કેસ્કેડ સિસ્ટમ હેઠળ વિઝા મળ્યા બાદ વિઝા ઘરાક યુરોપિયન યુનિયનના 29 દેશો (શેંગેન વિસ્તાર) માં મુક્તપણે મુસાફરી કરી શકે છે. જો કે, આ વિઝા યુરોપમાં રોજગારી મેળવવાનો અધિકાર આપતા નથી. આ વિઝા હેઠળ 180-દિવસના સમયગાળામાં 90 દિવસ સુધી રોકાણની જ મંજુરી આપે છે.

કોને મળી શકે વિઝા?
યુરોપિયન કમીશનના જણાવ્યા મુજબ કાસ્કેડ વિઝા યોજના હેઠળ યુરોપમાં ટ્રાવેલ રેકોર્ડ ધરવતા “ટ્રસ્ટેડ ટ્રાવેલર” ને જ આપવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષમાં બે શેંગેન વિઝા મેળવનારા ભારતીય નાગરિકને હવે બે વર્ષ માટે યુરોપના મલ્ટી-એન્ટ્રી વિઝા મળી શકશે, આ વિઝાને પાંચ વર્ષની મુદ્દત સુધી લંબાઈ શકાય છે, જો તે વ્યક્તિનો પાસપોર્ટ એ મુદત સુધી માન્ય હોય તો.

2020 શેંગેન વિઝા કોડ સુધારાના ભાગ રૂપે યુરોપિયન કમીશને આ કાસ્કેડ સિસ્ટમ શરુ કરી છે, પહેલી વાર વિઝા માટે અરજી કરનારાને સામાન્ય રીતે ટૂંકા ગાળાના સિંગલ-એન્ટ્રી વિઝા આપવામાં આવે છે. ત્યાર બાદ વિઝા ઘરાક યુરોપમાં પ્રવાસ કરી ટ્રાવેલ હિસ્ટરી બનાવી શકે છે. ટ્રાન્ઝિટ વિઝા અને કોઈ ચોક્કસ દેશના વિઝા આ યોજના હેઠળ પાત્ર ગણવામાં આવતા નથી.

આ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો:
રેડિટ પરની પોસ્ટમાં યુઝરે વિઝા માટે સબમિટ કરેલા ડોક્યુમેન્ટ્સની વિગતવાર માહિતી આપી, જેમાં લોંગ ટર્મ વિઝા માટેની અરજીનો કવર લેટર, હાલનો પાસપોર્ટ અને ટ્રાવેલ હિસ્ટરી દર્શાવતા જૂના બંને પાસપોર્ટના સ્કેન કરેલા પેજ, ફ્રાન્સ માટે 10 દિવસનું ટ્રાવેલ શેડ્યુલ, બે વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન, ત્રણ મહિનાના બેંક સ્ટેટમેન્ટ અને સેલેરી સ્લિપ અને શેંગેન ટ્રાવેલ વિઝા માટે જરૂરી દસ્તાવેજોનો સમાંવેશ થાય છે.

ટ્રાવેલ હિસ્ટરી વધવાની સાથે વિઝાની મુદ્દત વધશે:
શેંગેન વિઝા સાથે ટ્રાવેલ હિસ્ટરીને આધારે મુસાફરને નીચે મુજબ વિઝા મળી શકે
• જો મુસાફરે પાછલા બે વર્ષમાં ત્રણ શેંગેન વિઝાનો ઉપયોગ કર્યો હોય તો 1 વર્ષના વિઝા મળી શકે
• જો મુસાફરે પાછલા બે વર્ષમાં 1 વર્ષનાં મલ્ટીપલ-એન્ટ્રી વિઝાનો ઉપયોગ કર્યો હોય તો 2 વર્ષનાં વિઝા મળી શકે
• જો મુસાફરે પાછલા ત્રણ વર્ષમાં 2 વર્ષના મલ્ટીપલ-એન્ટ્રી વિઝાનો ઉપયોગ કર્યો હોય તો 5 વર્ષનાં વિઝા આપવામાં આવશે
અહેવાલ મુજબ ફક્ત ભારત, તુર્કી અને ઇન્ડોનેશિયાના નાગરિકોને જ આ વિઝા સીસ્ટમમાં સમાવવામાં આવ્યા છે. ભવિષ્યમ વધુ દેશોને ઉમેરી શકાય છે.

યુરોપિયન યુનિયનને શેંગેન એરિયા શા માટે કહેવામાં આવે છે?

યુરોપિયન યુનિયનના 29 દેશોનો વિસ્તારને શેંગેન વિસ્તાર કહેવામાં આવે છે, આ દેશો એ મળીને પરસ્પર બોર્ડર્સ પાર કરવા ફરજીયાત પાસપોર્ટ, વીઝા અને અન્ય પ્રકારના નિયંત્રણને સત્તાવાર રીતે દુર કર્યા છે., જેથી આ દેશો વચ્ચે નગરિકો અને માલસામાન મુક્તપણે અવરજવર થઈ શકે છે. આ માટેના કરાર પર હસ્તાક્ષર લક્ઝમબર્ગના શેંગેન નામના શહેરમાં કરવામાં આવ્યા હતાં, આથી આ વિસ્તારને શેંગેન એરિયા ઓળખવામાં આવે છે.

આપણ વાંચો:  ભારતના ખાસ સાથી એવા ક્યા દેશે ભારતનો ‘અત્યાચારી દેશો’ની યાદીમાં કર્યો સમાવેશ ?

શેંગેન વિઝા મળવાથી મુસાફર બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, જર્મની, એસ્ટોનિયા, ગ્રીસ, સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, લાતવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, હંગેરી, માલ્ટા, નેધરલેન્ડ, ઑસ્ટ્રિયા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવેનિયા, સ્લોવાકિયા, ફિનલેન્ડ, સ્વીડન, આઇસલેન્ડ, લિક્ટેંસ્ટાઇન, નોર્વે અને સ્વિટ્ઝર્લૅન્ડની મેલાક્ત લઇ શકે છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button